નવી દિલ્લી તા.17 :નોટબંદી બાદ કાળાનાણાં ને સફેદ કરવા માટે લોકો અવનવા પેતરા અપનાવી રહ્યા છે અમુક ટકા લઇ ને કાળાં નું સફેદ કરવાનો દોર સતત ચાલુ રહ્યો છે પણ હવે તમારે ટેન્શન લેવા ની જરૂર નથી આજ થી સરકાર તમને એક એવી છૂટ આપી રહી છે કે જે તમને ટેન્શન મુક્ત કરી દેશે આજ થી સરકાર દ્વારા જાહેર કરેલી યોજના PMGKY હેઠળ તમે તમારા પૈસા બીજા કોઈ પાસે થી નહિ પણ સરકાર પાસે થી જ કાળાનાણાં ને સફેદ કરી શકશો પણ હા તમને માત્ર 50 % રકમ પાછી મળશે અને તમારી માહિતી ને સરકાર દ્વારા ગુપ્ત પણ રાખવામાં આવશે અને પેહલા નો કોઈ હિસાબ માંગવા માં નહિ આવે તમને લાગશે કે માત્ર 50% જ પાછા મળશે હા.!ગનીમત માનો કે એટલા પણ પાછા મળશે જો બેનામી રકમ સાથે ઝડપાઇ જશો તો સીધા 85 % ટેક્સ લાગશે અથવા તો પુરી રાશિ પણ જમા થઇ શકે છે અને જૈલ ના સળિયા પણ ગણવાનો વારો આવી શકે છે તમે તમારું કાળુંનાણું blackmoneyinfo@incometax.gov.in દ્વારા જાહેર કરી શકશો.સાથે જ આજે કેન્દ્રીય મહેસુલ સચિવ ના પ્રમુખ હસમુખ અઢિયા એ અન્ય રાજકીય પક્ષો ને જણાવ્યું હતું કે તે પણ તેમના કાળાનાણાં બેંક ના ખાતામાં માં જમા કરાવી શકે છે તેના પર પણ કોઈ ટેક્સ લગાવામા આવશે નહિ.