જ્યારથી રૂ. ૧૦૦૦ અને રૂ. ૫૦૦ ની નોટો ચલણ માંથી બંધ થઇ ત્યારથી માંડી અત્યાર સુધી બેંકો બહાર જોવા મળતી સામાન્ય લોકો લાઈનો હજુપણ જોવા મળી રહી છે. એટલુજ નહિ પરંતુ નવી નોટોની પણ ડુપ્લીકેટ નોટો પણ છાપવા માંડી છે. જયારે એટીએમ ખાલી થઇ ગયા છે. આ બધી વાતો વચ્ચે સરકારી બેંકો સહિતની કેટલીક બેન્કોનું પોલમપોલ બહાર આવ્યું છે. જેમાં ૫૦ જેટલી બેંકો સામે ઇડી દ્વારા તપાસ શરૂ થઇ છે. આ બેન્કોના અધિકારીઓ કાળા નાણાને વ્હાઈટ કરવા અબજોપતિઓને મોટા પાયે નોટો ચેન્જ કરતા હોવાની વાતો બહાર આવી રહી છે. પરિણામે મોટા લોકો જ ડાયરેક્ટ નોટો ઉઠાવી લેતા હોવાથી સામાન્ય લોકોને નાણા મેળવવા માટે મુશ્કેલી પડતી હોવાનું બહાર આવી રહ્યું છે. નરેન્દ્ર મોદીનો આઈડિયા સારો છે પરંતુ કાળાનાણાને ડામવાની વાતો કરતી તેમની સરકાર ના જ ભ્રષ્ટ બેન્કોના અધિકારીઓએ કમાઈ લેવાનો રસ્તો અપનાવતા લોકો પરેશાન થઇ જવાની ચર્ચા જાગી છે.