કાશ્મીરના સોપોરમાં લશ્કર એ તોયબાના બે આતંકવાદીઓની ધરપકડ, ચીનમાં બનેલા હથિયારો મળી આવ્યા 

0
43

કાશ્મીરના બારામુલ્લા જિલ્લાના સોપોરમાં બુધવારે મોડી રાત્રે સુરક્ષા દળોએ લશ્કર-એ-તૈયબાના બે આતંકવાદીઓની ધરપકડ કરી હતી. તેમની પાસેથી ચાઇનીઝ બનાવટની પિસ્તોલ, ગ્રેનેડ અને ગોળીઓ મળી આવી છે.

પકડાયેલા બંને આતંકવાદીઓની પૂછપરછ કરવામાં આવી રહી છે.પોલીસે જણાવ્યું કે ધરપકડ કરાયેલા આતંકવાદીઓની ઓળખ ઈમ્તિયાઝ અહેમદ ગની અને વસીમ અહેમદ લોન તરીકે થઈ છે, જેઓ બટિંગુના રહેવાસી હોવાનું ખુલ્યું હતું.