15 C
Ahmedabad
Sunday, January 23, 2022

મોટી દુર્ઘટના / કુન્નુરમાં સેનાનું હેલિકોપ્ટર દુર્ઘટનાગ્રસ્ત 4નાં મોત, 3 ઈજાગ્રસ્ત 

Must read

કુન્નુરથી સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યાં છે. તમિલનાડુના કુન્નુરમાં એક મોટી દુર્ઘટના ઘટી છે. આ હેલિકોપ્ટરમાં 14 લોકો સવાર હતા. મળતી માહિતી પ્રમાણે સીડીએસ જનરલ બિપિન રાવત પણ સવાર હતા. સીડીએસ સાથે તેમના પત્ની પણ હેલિકોપ્ટરમાં સવાર હતા. અત્યાર સુધીમાં ત્રણ જવાનોનું રેસ્ક્યૂ કરવામાં આવ્યું છે ખરાબ હવામાનના કારણે આ દુર્ઘટના ઘટી છે. આ હેલિકોપ્ટરમાં ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ બિપિન રાવત અને તેમની પત્ની પણ સવાર હતાં. આ દુર્ઘટનામાં 3 લોકો ગંભીર રીતે ઘાયલ હતાં. હાલમાં આ તમામને સારવાર અર્થે વેલિંગ્ટન બેઝ પર લઈ જવામાં આવ્યાં છે. હાલમાં ચોથા વ્યક્તિની શોધખોળ ચાલુ છે., તમિલનાડુના નીલગીરી જિલ્લાના કુન્નુરમાં બુધવારે એક મોટી દુર્ઘટના સર્જાઈ હતી અને આર્મીનું હેલિકોપ્ટર ક્રેશ થયું હતું. સૂત્રો પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર, ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ જનરલ બિપિન રાવત સહિત સેનાના ઘણા વરિષ્ઠ અધિકારીઓ હેલિકોપ્ટરમાં સવાર હતા અને એક કાર્યક્રમમાં ભાગ લેવા જઈ રહ્યાં હતાં. અકસ્માત બાદ 3 લોકોને બચાવી લેવાયા છે. જો કે, હજુ સુધી સેના તરફથી કોઈ પુષ્ટિ કરવામાં આવી નથી.

CDS બિપિન રાવત પોતના પત્ની મધુલીકા સાથે ઉટીના એક કાર્યક્રમમાં હાજરી આપવા માટે જઈ રહ્યાં હતાં. પરંતુ કન્નુરના જંગલમાં આ હેલિકોપ્ટર દુર્ઘટનાનો શિકાર બન્યું છે. જે હેલિકોપ્ટર દુર્ઘટનાનો શિકાર બન્યું તે MI-17V5 હતું. હેલિકોપ્ટરમાં લેફ્ટિનેંટ કર્નલ હરજિંદરસિંહ, એચએવી સત્પાલ, વિવેક કુમાર અને જીતેન્દ્ર કુમાર સવાર હતાં. ઇન્ડિયન એર ફોર્સનું MI-17V5 હેલિકોપ્ટર તમિલનાડુના કુન્નુર પાસે દુર્ઘટનાનો શિકાર થયું છે. જેમાં CDS જનરલ બિપિન રાવત પણ સવાર હતાં. આ દુર્ઘટનાની સાચી હકીકત જાણવા ભારતીય વાયુસેનાએ તપાસ માટેના આદેશ આપ્યાં છે.વધુમાં તમને જણાવી દઇએ કે CDS બિપિન રાવત પોતના પત્ની સાથે ઉટીના એક કાર્યક્રમમાં હાજરી આપવા માટે જઈ રહ્યાં હતા. પરંતુ કન્નુરના જંગલમાં આ હેલિકોપ્ટર દુર્ઘટનાનો શિકાર બન્યું. જે હેલિકોપ્ટર દુર્ઘટનાનો શિકાર બન્યું તે એમઆઈ સિરીઝનું હતું. મળતી માહિતી પ્રમાણે હેલિકોપ્ટરમાં સીડીએસ બિપિન રાવત તેમના પત્ની, એક બ્રિગેડિયર રેંકનાઅધિકારી અને અન્ય એક અધિકારી અને પાયલટ પણ હાજર હતાં.

- Advertisement -

More articles

- Advertisement -

Latest article