કૃષિ મેળામાં ખેડૂતો માટે `બીગ બોનાન્ઝા’: ટે્રકટરની ખરીદી પર રૂા.૩પ હજારનો ફાયદો

0
26

પોરબંદરમાં ઇન્ટરનેશનલ મહેર સુપ્રિમ કાઉન્સીલ દ્વારા આયોજીત શ્રીમદ્દ ભાગવત સપ્તાહની સાથે ખેડૂતો માટે કૃષિ મેળાનું ભવ્ય આયોજન કરાયું છે. આ મેળામાં ૩૫ હજાર જેવા મોટા ડિસ્કાઉન્ટ રાખવામાં આવતાં જબરો પ્રતિસાદ કૃષિમેળામાં જોવા મળ્યો હતો. આ ઉપરાંત ભાગવતાચાર્ય પૂજય ભાઇશ્રીએ પણ કૃષિ મેળાની મુલાકાત લઇ આયોજકોને અભિનંદન પાઠવ્યાં હતાં. 
શ્રી ઇન્ટરનેશનલ મહેર સુપ્રિમ કાઉન્સિલની કૃષિ સમિતિ દ્વારા પોરબંદર એગ્રી ટે્રડ એક્સ્પો ૨૦૨૩ નું આયોજન આ ભાગવત સપ્તાહ દરમિયાન તા. ૧૪ માર્ચ ૨૦૨૩ થી તા. ૧૭ માર્ચ ૨૦૨૩  દરમિયાનના ચાર દિવસ માટે કરવામાં આવેલું હતું. આ કૃષિ મેળાને જોરદાર પ્રતિસાદ મળ્યો છે અને આ મેળાને નિહાળવા જનમેદની ઉમટી પડી હતી. આ મેળાને લંબાવવા માટે વિશાળ લોકલાગણી ઉભી થતાં સંસ્થા દ્વારા આ મેળાને  ૧૮ માર્ચ સુધી લંબાવવામાં આવેલો છે. આ મેળાને એટલી હદે સફળતા મળી છે કે અમુક સ્ટોલમાં તો હજુ મેળાને  દિવસ બાકી છે ત્યાં જ સ્ટોક ખલાસ થઈ ગયો છે જ્યારે મોટાભાગના સ્ટોલમાં  ટકા જ માલ બચવા પામ્યો છે. હજુ પણ ખેડૂતમિત્રોને વિવિધ પ્રોડક્ટ પર આકર્ષક ડિસ્કાઉન્ટ ચાલુ જ છે, જેનો લાભ લેવા ખેડૂત મિત્રોને વિનંતી છે. મેળામાં પ્રતિભાગી શ્રી દ્વારકાધીશ ટે્રક્ટર દ્વારા કૃષિ મેળામાં ટે્રક્ટર માટે રૂ.૩૫૦૦૦ નું ડિસ્કાઉન્ટ છે અને પાવર ટીલર માં પાટલો ફ્રી આપવામાં આવે છે. તો આ પ્રકારના ડિસ્કાઉન્ટનો આ ખાસ મેળામાં લાભ લઇ શકો છો. આ મેળાની ભવ્ય સફળતા પાછળ શ્રી ઇન્ટરનેશનલ મહેર સુપ્રિમ કાઉન્સિલના પ્રમુખ વિમલજીભાઈ ઓડેદરા, કૃષિ સમિતિના પ્રમુખ અને કાઉન્સિલના ઉપપ્રમુખ સાજણભાઈ ઓડેદરા (પોરબંદર), સંસ્થાની ખેડૂત પાંખના પ્રમુખ હિતેશભાઈ મોઢવાડિયા, ઉપપ્રમુખો સર્વે અરજનભાઈ કેશવાલા (વિસાવાડા), જખરાભાઈ કડછા (હન્ટરપુર), જયેશભાઈ બાપોદરા (બાપોદર), કેશુભાઈ ભોગેસરા (કડછ), પરબતભાઈ ગરેજા (ગરેજ), જેઠાભાઈ મોઢવાડિયા (આંબારામા), ચિંતનભાઈ વગેરેએ ભારે જહેમત ઉઠાવી રહ્યા છે.