15 C
Ahmedabad
Sunday, January 23, 2022

કેટરીના સહીત પણ દીપિકા પદુકોણથી લઈને ઈશા અંબાણી દુલ્હનના હાથમાં વીણા નાગડાએ મૂકી મહેંદી

Must read

વીણા નાગડાએ સોશિયલમીડિયામાં પોસ્ટ મૂકીને કેટરીનાના હાથમાં મહેંદી મૂકી હોવાની વાત કહી હતી 7 ડિસેમ્બરે કેટરીના કૈફની મહેંદીની રસમ ધામધૂમથી કરવામાં આવી હતી કેટરીનાના હાથમાં વિકી કૌશલના નામની મહેંદી મુકાઈ ગઈ છે કેટરીનાને ગુજરાતણ વીણા નાગડાએ મહેંદી મૂકી હતી વીણા નાગડા બોલિવૂડમાં મહેંદી આર્ટિસ્ટ તરીકે લોકપ્રિય છે વીણાએ સોશયલમીડિયામાં તસવીર શૅર કરીને આડકતરી રીતે કેટરીનાના હાથમાં મહેંદી મૂકી હોવાની વાત સ્વીકારી હતી વીણા મહેંદી રસમ બાદ તરત જ હૈદરાબાદ જવા નીકળી ગઈ હતી વીણાએ બોલિવૂડના અનેક જાણીતા અભિનેત્રીઓ ના હાથમાં મહેંદી મૂકી છે વીણા નાગડા મૂળ ગુજરાતી છે વીણાનો જન્મ એક ગુજરાતી જૈન પરિવારમાં થયો છે વીણા પાંચ બહેનમાંથી સૌથી નાની છે વીણાની માતા ગુહિણી અને પિતા પૂજારી હતાં ધોરણ 10 પછી વીણાને આગળ ભણવા દેવામાં આવી નહોતી જોકે ઘરમાં રહીને પણ વીણાએ પોતાની રીતે આગવું કામ શરૂ કર્યું હતું તે ઘરમાં જ સાડી એમ્બ્રોઇડરીનું કામ કરતી હતી ધીમે ધીમે વીણાને મહેંદી ડિઝાઈન શરૂ કરવાનું વિચાર્યું હતું તેમની મહેંદી આસપાસના વિસ્તારમાં ઘણી લોકપ્રિય થઈ હતી ત્યાર બાદ તેણે મહેંદીમાં ભવિષ્ય બનાવવાનું નક્કી કર્યું હતું.

17 વર્ષની ઉંમરમાં મુંબઈની આ છોકરીએ પોતાના મહેંદી શોખને ભવિષ્ય બનાવી દીધું હતું ખૂબ મહેનત પછી ધીમે ધીમે વાણીએ પોતાનો ધંધો વિસ્તારવાનું નક્કી કર્યું હતું વીણાએ પોતાના મહેંદી ક્લાસીસ પણ શરૂ કરી દીધા હતા ત્યાં પૂનમ ધિલ્લોન તેમનાં સૌપ્રથમ સેલિબ્રિટી ગ્રહાક હતાં વીણા નાગડાને દુનિયામાં સૌથી ઝડપી મહેંદી મૂકવાનો અવોર્ડ પણ મળ્યો છે મહેંદી ડિઝાઈનમાં વીણાની ક્રિએટિવિટી જોઈને લોકો દંગ રહી જાય છે વીણાને દુલ્હન મહેંદી નેલ આર્ટ શેડેડ મહેંદી હીરા મોતી મહેંદી વગેરેમાં નિષ્ણાત છે વીણાના ગ્રાહકોમાં અંબાણી પરિવાર ડાયમંડકિંગ વિજયભાઈ શાહથી લઈને અનેક જાણીતાં નામો નો સમાવેશ થાય છે બોલિવૂડમાં જો કોઈના લગ્ન હોય તો મહેંદી રસમમાં વીણા નાગડા મોટા ભાગે જોવા મળે જ છે બોલિવૂડ સાથે વીણાનો જૂનો સંબંધ છે ઘણી બોલિવૂડ ફિલ્મમાં જેમ કે કભી ખુશી કભી ગમ કલ હો ના હો મેરે યાર કી શાદી હૈ યે જવાની હૈ દીવાની અને પટિયાલા હાઉસમાં વીણાનું કામ જોવા મળ્યું હતું.

આ ફિલ્મની અભિનેત્રીઓને વીણાએ જ મહેંદી મૂકી હતી બોલિવૂડમાં કપૂર પરિવાર દીપિકા પાદુકોણ કાજલ અગ્રવાલ કપિલ શર્મા અમિતાભ બચ્ચન અક્ષય કુમાર સોનુ નિગમ ઝરીન ખાન શિલ્પા શેટ્ટી ફરાહ ખાન ડિમ્પલ કાપડિયા જયા પ્રદા શબાના આઝમી ફરદીન ખાન રેખા માધુરી દીક્ષિત આશા ભોસલે એકતા કપૂર અને પૂનમ ધિલ્લોન જેવી મોટી અભિનેત્રીઓ વીણાનાં ખાસ ગ્રાહકો છે બોલિવૂડમાં કરવાચોથ હોય કે પછી લગ્ન હોય વીણાની માંગ હોય જ છે તે આ પ્રોફેશનના માધ્યમથી દેશ વિદેશમાં તો ફરે જ છે સાથે સાથે લાખોમાં કમાણી પણ કરે છે વીણાએ 60 હજારથી વધુ વિધ્યાર્થીને મહેંદી આર્ટ શીખવી છે તે મુંબઈમાં એક ટ્રેનિંગ સેન્ટર પણ ચલાવે છે વીણાએ એક ઈન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે તેઓ અભિનેત્રીઓના ત્યાં મહેંદી મૂકવા જાય ત્યારે કોઈ રૂપિયા માગતા નથી એ વાત અલગ છે કે અભિનેત્રીઓ સામેથી જે આપે એ લઈ લે છે તેઓ સામાન્ય રીતે 5 હજારથી લઈને 10-25 હજાર રૂપિયા ચાર્જ કરે છે મહેંદીની ડિઝાઈન પ્રમાણે ભાવ અલગ અલગ હોય છે.

- Advertisement -

More articles

- Advertisement -

Latest article