કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજથી બે દિવસ ગુજરાતની મુલાકાતે છે ત્યારે તેઓ અનેકવિધ કાર્યક્રમમાં સામેલ થઈ સ્થાનિક કાર્યકરોનો ઉત્સાહ વધારશે.
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે 10 જૂનથી બે દિવસના ગુજરાતમાં છે.
તેઓ આજે ગાંધીનગર અને સિધ્ધપુર ખાતે કેન્દ્ર સરકારની 9 વર્ષ ઉજવણી અને સંગઠન પર્વના કાર્યક્રમમાં હાજરી આપશે.
ગુજરાતમાં આજે શનિવારથી ભાજપના જનસંપર્ક અભિયાનનો પ્રારંભ કરવામાં આવશે.
જેમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ જનસભાને સંબોધશે.
અત્રે ઉલ્લેખનીય છે કે પીએમ મોદીના નેતૃત્વમાં કેન્દ્ર સરકારને 9 વર્ષ પૂર્ણ થતાં ગુજરાતની તમામ લોકસભા બેઠકો પર પણ જનસભા કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યુ છે.
ઉપરાંત વિશિષ્ઠ નાગરિક સંપર્ક પ્રબુદ્ધ સંમેલન થશે. જેમાં વિકાસ કાર્યો સાથે ફરી લોકો સુધી પહોંચી લોકો સાથે વાર્તાલાપ પણ કરવામાં આવશે. ઉપરાંત વિધાનસભા લેવલ પર અલગ અલગ સંમેલનનું આયોજન કરાશે.
ત્યારે અમિત શાહ બે દિવસ ગુજરાતમાં છે જેઓ કેટલાક કાર્યક્રમોમાં ભાગ લેશે.