કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ વડોદરા આવશે,MS યુનિવર્સિટીના દીક્ષાંત સમારોહમાં રહેશે હાજર

0
30

કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ ગુજરાતની મુલાકાતે છે
આજે તેઓ વડોદરાની MS યુનિવર્સિટીના દીક્ષાંત સમારોહમાં ઉપસ્થિત રહેશે અને સંબોધન પણ કરશે.

71માં પદવીદાન સમારોહમાં કુલ 302 ગોલ્ડ મેડલ 191 વિધ્યાર્થીઓને એનાયત કરવામાં આવશે. જેમાં 77 વિધ્યાર્થીઓને 115 ગોલ્ડ મેડલ અને 114 વિદ્યાર્થિનીઓને 187 ગોલ્ડ મેડલ એનાયત કરવામાં આવશે. સાથે સાથે વર્ષ 2021-2022માં જે વિધ્યાર્થીઓના પી.એચડી પૂર્ણ થયા છે તેવા 100 જેટલા વિધ્યાર્થીઓને પણ પદવીદાન સમારોહમાં આમંત્રિત કરવામાં આવ્યા છે .

આજે શનિવારે વડોદરાની ધ મહારાજા સયાજીરાવ વિશ્વવિધ્યાલયના 71માં પદવીદાન સમારોહમાં ચીફ ગેસ્ટ તરીકે કેન્દ્રિય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ, ગેસ્ટ ઓફ ઓનેર્સ તરીકે રાજ્યના શિક્ષા મંત્રી ઋષિકેશ પટેલ ઉપસ્થિતિ રહેશે. આ કાર્યક્રમમાં 14761 વિદ્યાર્થીઓને પદવી એનાયત કરવામાં આવશે. વરસાદને કારણે કાર્યક્રમનું સ્થળ બદલીને સર સયાજી નગર ગૃહ કરવામાં આવ્યું છે