કોંગ્રેસના ધારાસભ્ય લલિત વસોયાએ જાહેર મંચ ઉપરથી ‘ભાજપ’ને મત આપવા કરી અપીલ ! કેજરીવાલે આપી આ પ્રતિક્રિયા

0
75

કોંગ્રેસના અગ્રણીલલિત વસોયાએ ભાજપને મત આપવા અપીલ કરી છે તેઓએ કહ્યું કે, તમે આમ આદમી પાર્ટીને મત આપવા કરતા ભાજપને મત આપજો.
કોંગ્રેસના આગેવાન લલિત વસોયાના આ જાહેર નિવેદન બાદ કેજરીવાલે વળતી પ્રક્રિયા આપતા કહ્યું કે ‘આ વાત સાબિત કરે છે કે ભાજપ અને કોંગ્રેસ એક છે !’

રાજકોટના ધોરાજી શહેરના વિવિધ માર્ગો ઉપર કોંગ્રેસની પરિવર્તન યાત્રા નીકળી હતી જેમાં રાજ્યસભાના સાંસદ શક્તિસિંહ ગોહિલ, ધારાસભ્ય લલિત વસોયા, શહેર કોંગ્રેસ પ્રમુખ અરવિંદભાઈ વોરા, પૂર્વ નગરપતિ સહિતના અગ્રણીઓ જોડાયા દરમિયાન આ તકે યોજાયેલી જાહેર સભામાં શક્તિસિંહ ગોહિલની હાજરીમાં ધારાસભ્ય લલિત વસોયાનો ભાજપ તરફી નિવેદન કર્યું હતું જેમાં લલિત વસોયાએ જાહેત મંચ પરથી ભાષણ કર્યું હતું કે, જો તમને કોઈ આમ આદમી પાર્ટીની વાત કરે તો હું કહું છું કે, તમે આમ આદમી પાર્ટીને મત આપવા કરતા ભાજપને મત આપજો.

આ નિવેદન સામે આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય કન્વીનર અરવિંદ કેજરીવાલે આ અંગે ટ્વિટ કરીને લલિત વસોયા પર આકરી પ્રતિક્રિયા આપતા તેમણે લખ્યું કે, “ભાજપ-કોંગ્રેસ સાથે મળીને ચૂંટણી લડતા હોવાનો આ છે પુરાવો, કોંગ્રેસ-ભાજપ સાથે મળીને આમ આદમી પાર્ટી વિરુદ્ધ પ્રચાર કરી રહ્યા છે.