કોંગ્રેસમાં 24 વર્ષ બાદ ગાંધી પરિવાર બહારના હશે પ્રમુખ ,૧૭ ઓકટોબરે થશે ચૂંટણી

0
68

કોંગ્રેસમાં 24 વર્ષ બાદ ગાંધી પરિવાર બહારના પ્રમુખ માટે ૧૭ ઓકટોબરે ચૂંટણી થવા જઈ રહી છે જેના ઉપર સૌની નજર છે.

વંશવાદના આરોપોથી ઘેરાયેલી કોંગ્રેસમાં 24 વર્ષ બાદ ગાંધી પરિવારની બહારના પ્રમુખ લગભગ નિશ્ચિત હોવાનું માનવામાં આવે છે. પાર્ટીએ સ્પષ્ટ કર્યું છે કે રાહુલ ગાંધી અધ્યક્ષ પદ માટે ચૂંટણી નહીં લડે.

કોંગ્રેસ અધ્યક્ષની ચૂંટણી માટે મતદાન પ્રક્રિયા 22 સપ્ટેમ્બરે નોટિફિકેશન જારી થવાની સાથે શરૂ થશે,આ માટે નોમિનેશન 24 થી 30 સપ્ટેમ્બર સુધી રહેશે. 17 ઓક્ટોબરે ચૂંટણી યોજાશે અને બે દિવસ પછી પરિણામ આવશે.

પદના પ્રબળ દાવેદાર રાજસ્થાનના સીએમ અશોક ગેહલોત બુધવારે દિલ્હી પહોંચ્યા અને બે કલાક સુધી સોનિયા ગાંધી સાથે મુલાકાત કરી હતી અને પક્ષને મજબૂત કરવા માટે જ્યાં પણ તેમની જરૂર પડશે ત્યાં તેઓ પીછેહઠ કરશે નહીં, એમ તેમણે જણાવ્યું હતું.

કોંગ્રેસ અધ્યક્ષ માટે નોમિનેશન શરૂ થવાના એક દિવસ પહેલા જ રાહુલ ભારત જોડો યાત્રાના 23મા વિશ્રામ દિવસે સોનિયા ગાંધીને મળવા દિલ્હી આવી રહ્યા છે. આ સમય દરમિયાન તેમના કાર્યક્રમમાં નોંધણીનો સમાવેશ થતો નથી. પાર્ટીના મહાસચિવ જયરામ રમેશે કહ્યું કે, “રાહુલ નામાંકન દરમિયાન 24 થી 30 સુધી યાત્રામાં રહેશે. જ્યારે દિલ્હીમાં વરિષ્ઠ નેતાઓને મળ્યા બાદ ગેહલોત અધ્યક્ષ પદના ઉમેદવાર હોવાનું નિશ્ચિત મનાય રહ્યું છે.