રાજ્યમાં ચુંટણીઓનો માહોલ છે અને રાજકીય પાર્ટીઓ બરાબરની પ્રચારમાં લાગી છે ત્યારે ભાજપના નરેન્દ્રભાઈ મોદી અને અમિત શાહ જેવા સ્ટાર પ્રચારકો સભાઓ ગજવી રહયા છે.
આવા સમયે અમિત શાહે કોંગ્રેસ ઉપર પ્રહાર કરતા જણાવ્યું હતું કે રાજ્યમાં ચૂંટણી આવતા કોંગ્રેસીયા મેદાનમાં આવી ગયા છે અને મોટા બોર્ડ મારી દીધા છે જેમાં લખે છે કે” કોંગ્રેસનું કામ બોલે છે”, અરે ભઈ 90થી સત્તામાં નથી, કામ શું કર્યું ? કેવી રીતે કર્યું? રોડ, રસ્તા, બંદર, વીજળી, મહિલાઓની યોજના તમે નહીં પણ ભાજપે કર્યું છે.
ભાજપે પરિવર્તનનો માહોલ ઉભો કર્યો છે,ભાજપે ગુજરાતમાં 1995 થી 2022 સુધી ખૂબ મોટું પરિવર્તન કર્યું છે.
ખબર નહીં શું તાવ આવ્યો છે, કોંગ્રેસ સરદાર પટેલનું નામ લે છે.
હું તો જન્મ્યો ત્યાંથી જોતો આવ્યો છું કે સરદારનું નામ આ લોકો લેતા બિતા હતા.
પટેલના અગ્નિ સંસ્કાર સન્માન સાથે ના થાય, સ્મારક ના બને, ભારત રત્ન ના મળે એ બધું કામ કોંગ્રેસે કર્યું. પરંતુ નરેન્દ્ર ભાઈએ દુનિયાનું સૌથી મોટું પૂતળું બનાવી શ્રધ્ધાંજલિ આપી. હવે કોંગ્રેસીયા સરદાર સાહેબનું નામ વટાવે છે.
તેઓએ ઉમેર્યું કે નહેરુ, સોનિયાએ સરદારનું નામ ના થાય એવું સતત કામ કર્યું છે.
અમિત શાહે આ તકે ભાજપે રામ મંદિર બનાવ્યું,કાશ્મીરમાં 370 કલમ હઠાવી,પાકિસ્તાનમાં એર સ્ટાઈક કરી વગરે મુદ્દા ટાંક્યા હતા અને કોંગ્રેસ ઉપર પ્રહાર કર્યા હતા.
ઉલ્લેખનીય છે કે, અહીં ગૃહમંત્રી આણંદ જિલ્લાની 7 બેઠકો માટે પ્રચાર કરી રહ્યા છે તેવે સમયે ખંભાતમાં પ્રચાર દરમ્યાન ઉપર મુજબ ભાષણ કર્યું હતું.