કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ જગદિશ ઠાકોર એક્શનમાં જોવા મળ્યા હતા. ગીર સોમનાથ તલાલા તાલુકા પંચાયતના કોંગ્રેસના પક્ષ પલટુ 9 સભ્યો સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. આ સભ્યોને જગદિશ ઠાકોરે 6 વર્ષ માટે સસ્પેન્ડ કર્યા છે. કોંગ્રેસના ચૂંટાયેલા પ્રમુખો સામે અવિશ્વાસ પ્રસ્તાહ થતા પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ જગદિશ ઠાકોરે સસ્પેન્ડ કર્યા છે.
કોંગ્રેસ લોકસભા અને આગામી સમયમાં સ્થાનિક ચૂંટણીઓને લઈને એક્શનમાં જોવા મળી છે. કોંગ્રેસ દ્વારા સૌરાષ્ટ્ર પંથકમાં ગીર સોમનાથ જિલ્લામાં સભ્યો સામે કાર્યવાહી કરવામાં આવી હતી. તાલુકા પંચાયત ક્ષેત્રે કાર્યવાહી કરવામાં આવી છે. કોંગ્રેસ દ્વારા અગાઉ પણ કેટલાક સભ્યો સામે કાર્યવાહી કરતા સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.
અગાઉ પણ કોંગ્રેસની શિસ્ત સમિતી દ્વારા કાર્યવાહી મોટાનેતાઓ સમક્ષ કરવામાં આવી હતી
ડિસેમ્બરમાં યોજાયેલી વિધાનસભાની ચૂંટણીમાં ભાજપે 182 સભ્યોની વિધાનસભામાં રેકોર્ડ 156 બેઠકો જીતી હતી જ્યારે કોંગ્રેસને માત્ર 17 બેઠકો મળી હતી. ત્યારે કોંગ્રેસમાં જ રહીને પક્ષ વિરોધી પ્રવૃત્તિ કરતા નેતાઓ સામે આ પહેલા પણ મોટી કાર્યવાહી કરવામાં આવી હતી. ગુજરાતમાં કોંગ્રેસે વિધાનસભા ચૂંટણી દરમિયાન પક્ષ વિરોધી પ્રવૃત્તિઓમાં સામેલ થવા બદલ વધુ છ સભ્યોને પક્ષમાંથી છ વર્ષ માટે સસ્પેન્ડ કર્યા ફરી એકવાર કાર્યવાહી કરવામાં આવી હતી. અગાઉ કોંગ્રેસ હાઈકમાન્ડે એક કમિટી રચી હતી અને તેના દ્વારા શિસ્ત સમિતીએ રીપોર્ટના આધારે કાર્યવાહી કરી છે.