કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ કહ્યું :-ED મારુ કંઇ બગાડી ન શકે ! તેઓ પણ સમજી ગયા કે કોંગ્રેસ નેતાને ડરાવી-ધમકાવી શકાય નહીં !

0
79

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ પાર્ટીના સાંસદો અને ધારાસભ્યોને સંબોધતા કહ્યું કે, ED અને આવી એજન્સીઓ મારુ કઈ બગાડી શકે તેમ નથી. “ઇડી દ્વારા તેમની પૂછપરછ કરવી એ એક ‘સામાન્યમામલો’ છે,આજે દેશમાં બેરોજગારી અને ‘અગ્નિપથ’ યોજના આજના સૌથી મહત્વના મુદ્દા છે,”

નેશનલ હેરાલ્ડ કેસમાં EDની તપાસનો સામનો કરી રહેલા કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ બુધવારે કહ્યું કે, “ED અને આવી એજન્સીઓ મને દબાવી ન શકે.” “મારી પૂછપરછ કરી રહેલા અધિકારીઓ પણ સમજી ગયા હશે કે કોંગ્રેસ નેતાને ડરાવી-ધમકાવી શકાય નહીં,” તેમણે કહયુ કે ભાજપ દેશની સેનાને નબળી પાડવાનું કામ કરી રહી છે.
વાસ્તવમાં, અગ્નિપથ યોજના અને EDની પૂછપરછ ના વિરોધ વચ્ચે કોંગ્રેસે આજે પાર્ટી હેડક્વાર્ટરમાં તમામ સાંસદો અને ધારાસભ્યોની બેઠક બોલાવી હતી. આ સભાને સંબોધતા કોંગ્રેસના નેતા રાહુલે પાંચ દિવસ સુધી ચાલેલી એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટની પૂછપરછ દરમિયાન એકતા દર્શાવવા માટે કોંગ્રેસના નેતાઓ અને કાર્યકરોનો આભાર માન્યો હતો.
તેમણે કહ્યું કે ED દ્વારા તેમની પૂછપરછ એ “સામાન્ય મામલો” છે કારણ કે બેરોજગારી અને ‘અગ્નિપથ’ યોજના આજના સૌથી મહત્વના મુદ્દાઓ છે.
આજે સૌથી મહત્વની બાબત છે રોજગાર. લઘુ અને મધ્યમ કક્ષાના ઉદ્યોગો દેશની કરોડરજ્જુ છે. નરેન્દ્ર મોદીજીએ આ કમર તોડી નાખી છે.