“કોઈના બાપથી બીતા નહીં ! ધમકી આપવા વાળાના હું ડબ્બા ગુલ કરી નાખીશ !” હીરાલાલ ની વળતી ધમકી !

0
59

 

રાજ્યમાં નેતાઓ ખુલ્લેઆમ ધમકીઓ ઉપર ઉતરી પડ્યા છે અગાઉ વડોદરાના મધુ શ્રી વાસ્તવે પોતાના કાર્યકરો નું જો કોઈએ નામ લીધું તો ઘરમાં ઘુસી ગોળી મારી દેવાની ધમકી આપી હતી ત્યારે વધુ આવા એક નેતાએ પણ ધમકી આપી છે.
અમરેલી જિલ્લાની રાજુલા બેઠકના ભાજપના ઉમેદવાર હીરા સોલંકીએ ખુલ્લી ધમકી આપી છે કે ” કોઈના બાપથી ડરતા નહીં હીરા સોલંકી અહિંયા બેઠો છે, ધાક ધમકી આપવા વાળાના હું ડબ્બા ગુલ કરી નાખીશ”!

આમ,નેતાઓ ના આ પ્રકારના નિવેદનોને લઈ અત્યારની નવી પેઢીને વિચિત્ર લાગી રહ્યું છે, નવ યુવાનોમાં કૉમેન્ટ ઉઠી રહી છે કે આવા નેતા હોય? લાગે છે કે આવા નેતાઓ સાઉથ ની ફિલ્મો વધારે જોતા હશે તેમ જણાઈ રહ્યું છે !
આમ,છેલ્લી વિતેલી પેઢીના નેતાઓના બફાટ ને લઈ ન્યુ જનરેશનમાં દેશના બંધારણમાં એજ્યુકેટેડ નેતાઓ સામેલ કરવા માંગ ઉઠી રહી છે.
દેશના રાજકારણમાં ભણેલા સમજુ નેતાઓ બદલાવ લાવી શકે છે અને ઉંમર તેમજ શૈક્ષણિક લાયકાત ધરાવતા ઉમેદવારની પસંદગી મામલે બદલાવ લાવવા નવી પેઢીમાં દિનપ્રતિદિન માંગ ઉઠી રહી છે.

મહત્વનું છે કે હીરા સોલંકી બરાબરના ખીલ્યા હતા અને કાર્યકર્તાઓને જોઈ ફોર્મમાં આવી ગયા હતા અને જણાવી રહ્યા હતા કે, કોઈના બાપથી બીતા નહીં, અહીં હીરાલાલ સોલંકી બેઠો છે. આ ધાક ધમકી દેવા વારા અહીં જે નીકળ્યાં છે ને તે બધાના હું ડબ્બા ગુલ કરી નાખવાનો છું. જે લોકો માહોલ ડહોળવા નીકળ્યાં છે તેનું ધ્યાન રાખજો. તમે ખાલી જાફરાબાદનું સાચવી લેજો બાકી બધુ મારી પર છોડી દો. બીજી કોઈ ચિંતા કરવાની જરૂર નથી. આપણે ખુબ સારા મતોથી જીતવા જઇ રહ્યા છીએ. માહોલ બગાડવાનો પ્રયત્ન જે કરતા હોય તેને કરવા દેજો. ચૂંટણી પુરી થશે પછી, એ છે અને હું છું.