કોઈપણ મિડિયા એક્ઝિટ પોલ જાહેર કરી નહિ શકે ! પ્રતિબંધ મુકાયો

0
55

ગુજરાતમાં એક્ઝિટ પોલ પર 12 નવેમ્બરથી 5 ડિસેમ્બર સુધી પ્રતિબંધ અમલમાં આવી જતા હવે મીડિયામાં કોઈપણ પોલ કરી શકાશે નહીં.

ચૂંટણી પંચ દ્વારા હિમાચલ પ્રદેશ અને ગુજરાત માટે એક્ઝિટ પોલના અંદાજોના પ્રસારણ અને પ્રકાશન પર પ્રતિબંધ અંગેની સૂચના જારી કરી તેનો કડક અમલ કરવા જણાવ્યું છે.

વિગતો મુજબ હિમાચલમાં 12 નવેમ્બરે જ્યારે ગુજરાતમાં તા.1 અને 5 ડિસેમ્બરે બે તબક્કામાં મતદાન થશે.
આવા સમયે પોલ પેનલે એક નોટિફિકેશન બહાર પાડીને જણાવ્યું છે કે તા.12 નવેમ્બરના રોજ સવારે 8 વાગ્યાથી અને 5 ડિસેમ્બરના રોજ સાંજે 5 વાગ્યા સુધી કોઈપણ પ્રિન્ટ અને ઈલેક્ટ્રોનિક મીડિયામાં એક્ઝિટ પોલના અંદાજોના પ્રકાશન અને પ્રસારણ કરી શકશે નહીં અને પોલ ઉપર પ્રતિબંધ જાહેર કરાયો છે.
હિમાચલમાં વોટિંગને જોતા હવે ઓપિનિયન પોલ પણ 48 કલાક માટે રોકી દેવામાં આવ્યો છે.

અત્રે ઉલ્લેખનીય છે કે એક્ઝિટ પોલથી ચૂંટણી પરિણામોના અંદાજો આવતા હોય છે. જોકે, ક્યારેક એક્ઝિટ પોલ ખોટા સાબિત થાય છે.

એક્ઝિટ પોલ્સમાં એક સર્વે કરવામાં આવે છે, જેમાં મતદારોને ઘણા પ્રશ્નો પૂછવામાં આવે છે. મતદાતાઓને પૂછવામાં આવે છે કે તેમણે કોને મત આપ્યો છે. આ સર્વે મતદાનના દિવસે કરવામાં આવે છે.
સર્વે ન્યૂઝ એજન્સીઓની ટીમ મતદાન મથકની બહાર મતદારોને વિવિધ સવાલો કરે છે. અને તેનું વિશ્લેષણ કરવામાં આવે છે અને તેના આધારે ચૂંટણી પરિણામોની આગાહી કરવામાં આવે છે