કોને મત આપશો ?ભાજપ કરી રહ્યું છે વિકાસની વાત જ્યારે વિપક્ષ બેરોજગારી,મોંઘવારીનો મુદ્દો આગળ કરી મતદારોને સત્તા બદલવા કરી રહ્યું છે અપીલ !

0
83

રાજ્યમાં ચૂંટણી જાહેર થઈ ચુકી છે અને આમ આદમી પાર્ટી તેમજ કોંગ્રેસ દ્વારા બેરોજગારી અને મોંઘવારીનો મુદ્દો ચૂંટણી પ્રચાર દમિયાન ઉઠાવી રહી છે.
ભરતી પરીક્ષાઓમાં વિલંબનો મુદ્દો અને યુવાનોમાં બેરોજગારી સાથે ઉપરથી મોંઘવારીનો મુદ્દો હાવી રહ્યો છે.
પેટ્રોલ, ડીઝલ તેમજ ખાદ્યતેલોના વધેલા બેફામ ભાવ અને શાકભાજી અને ખાદ્ય વસ્તુઓમાં વ્યાપેલી મોંઘવારીને લઈને જનતામાં નારાજગી છે જેને વિપક્ષ હવા આપી ચૂંટણીમાં પ્રચાર કરશે.

બીજી તરફ ભાજપ પણ દરેક જગ્યાએ વિકાસના કાર્યોનું લોકાર્પણ કરી તેમના દ્વારા થયેલા કામોની નોંધ જનતાને આપી રહ્યું છે. એમ્સ, આઈઆઈટી જેવા રાષ્ટ્રીય સ્તરની સંસ્થાઓને પ્રોમોટ કરવા સાથે રાષ્ટ્ર હિત માટે સૂરક્ષાના નવા વસાવેલા સાધનો વિમાનો,હેલિકોપ્ટર અને દેશમાં જ બનતા જઇ રહેલા યુદ્ધ વિમાનો અને આત્મ નિર્ભર ભારતની વાત,હાઈવે, પુલ, અંડર બ્રિજ, ટનલ, મેટ્રો, જેવા અન્ય કાર્યોને જનતા વચ્ચે મૂકી તેમના દ્વારા થયેલા કામો અંગે જનતામાં જઈ ભાજપને મજબૂત કરવા આહવાન કરવામાં આવી રહ્યું છે.
આમ,રાજ્યમાં ચૂંટણીઓ ડિકલેર થતા રાજકીય પક્ષોમાં પ્રચાર યુદ્ધ શરૂ થઈ ચૂક્યું છે અને મતદારોને મત આપવા અપીલ કરવામાં આવી રહી છે.