વિશ્વ પ્રસિદ્ધ કોહિનૂર હીરા સાથે જોડાયેલા એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે. એક સમયે ભારતનું ગૌરવ ગણાતા આ હીરાને અંગ્રેજો મે મહિનામાં ‘ટાવર ઓફ લંડન’માં આયોજિત જાહેર પ્રદર્શનમાં ‘વિજય પ્રતીક’ તરીકે બતાવવા જઈ રહ્યા છે. જણાવી દઈએ કે કિંમતી હીરા કોહિનૂર પર ભારત હજુ પણ પોતાનો દાવો વ્યક્ત કરે છે. બ્રિટનના મહેલોના સંચાલનની દેખરેખ રાખનારી સંસ્થા ધ હિસ્ટોરિક રોયલ પેલેસીસ (HRP)એ આ અઠવાડિયે જણાવ્યું હતું કે કોહિનૂરનો ઈતિહાસ પણ પ્રદર્શનમાં પ્રદર્શિત કરવામાં આવશે.
કોહિનૂર સ્વર્ગસ્થ રાણી એલિઝાબેથ દ્વિતીયનો હતો અને નવી રાણી કેમિલાએ તેને પહેરવાનો ઇનકાર કર્યો હતો. હવે આ તાજ ‘ટાવર ઓફ લંડન’માં રાખવામાં આવ્યો છે. મહારાજા ચાર્લ્સ II અને તેમની પત્ની કેમિલાનો રાજ્યાભિષેક આ વર્ષે 6 મેના રોજ થવાનો છે, જેમાં કેમિલા આ તાજ પહેરશે નહીં. નવા પ્રસ્તાવિત પ્રદર્શનનો ઉલ્લેખ કરતા HRPએ કહ્યું, “રાણી એલિઝાબેથના તાજમાં જડિત કોહિનૂરનો ઇતિહાસ વિજયના પ્રતીક તરીકે જણાવવામાં આવશે. તેમાં એ ઇતિહાસનો પણ સમાવેશ થાય છે જ્યારે આ હીરા મુઘલ સામ્રાજ્ય, ઈરાનના શાહ, અફઘાનિસ્તાનના અમીરો અને શીખ મહારાજાઓ પાસે હતો.”
કોલુર ખાણમાંથી નીકળ્યો હતો કિંમતી હીરો
જણાવી દઈએ કે ફારસી ભાષામાં કોહિનૂરનો અર્થ થાય છે પ્રકાશનો પર્વત. આ હીરાનો ઈતિહાસ ઘણી સદીઓ જૂનો છે અને એવું માનવામાં આવે છે કે તે કાકટિયા વંશ દ્વારા શાસિત સાયમ કોલ્લુરની ખાણમાંથી કાઢવામાં આવ્યો હતો. પાછળથી તે ઘણા શાસકોથી થઈને મહારાજા રણજીત સિંહના તિજોરીમાં સામેલ થયો, પરંતુ રાણી વિક્ટોરિયાને ભારતની મહારાણી બનાવવામાં આવ્યાના થોડા વર્ષો પહેલા તે તેમના કબજામાં ચાલ્યો ગયો. ભૂતકાળમાં બ્રિટનમાં રાજ્યાભિષેકમાં આ હીરો આકર્ષણનું કેન્દ્ર રહ્યો છે. કિંગ ચાર્લ્સ દ્વિતીય અને તેમની પત્ની કેમિલાના રાજ્યાભિષેક બાદ ટાવર ઓફ લંડન ખાતે આ હીરો આકર્ષણનું કેન્દ્ર બનશે.