ભારતના ઓલરાઉન્ડર ક્રિકેટર રવિન્દ્ર જાડેજા અને તેમના ધર્મપત્ની રિવાબા જાડેજા વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મળ્યા હતા.
બીજી તરફ આ મુલાકાતને લઈ રાજકિય વર્તુળોમાં ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણની ચર્ચાઓ તેજ બની હતી.
જોકે,સુત્રોનું માનીએતો આ મુલાકાત ફક્ત શુભેચ્છા મુલાકાત જ હતી. મહત્વનું છે કે હાલમાં રવિન્દ્ર જાડેજા આઇપીએલમાં ચેન્નઇ સુપર કિંગ્સ તરફથી રમવામાં વ્યસ્ત છે, તેવે સમયે
દિલ્હીમાં રિવાબા જાડેજા અને રવિન્દ્ર જાડેજાએ વડાપ્રધાન મોદી સાથે મુલાકાત કરી હતી અને વડાપ્રધાન મોદી સાથેની મુલાકાતની તસવીર રિવાબા અને રવિન્દ્ર જાડેજાએ ટ્વિટર પર પોસ્ટ કરી તેમણે લખ્યું હતું કે તમે અમારી માતૃભૂમિ માટે સખત મહેનત અને સમર્પણનું શ્રેષ્ઠ ઉદાહરણ છો! મને ખાતરી છે કે તમે દરેકને શક્ય તેટલી શ્રેષ્ઠ રીતે પ્રેરણા આપતા રહેશો.
નોંધનીય છે કે રિવાબા જાડેજા સૌરાષ્ટ્રના જામનગર ઉત્તરથી ભાજપના ધારાસભ્ય છે.
Subscribe to Updates
Get the latest creative news from FooBar about art, design and business.