વિયેના તા.12 : સાલ 2001 બાદ આજે બીજી વખત ક્રૂડ ઉત્પાદક અને બિન ઉત્પાદક દેશો ની વચ્ચે આ પ્રકાર નો કરાર થયો છે.હવે 15 વર્ષ બાદ થયેલા કરાર માં ઓપેક અને બિન ઓપેક દેશ વચ્ચે થયેલા કરાર માં ક્રૂડ ના ઉત્પાદન માં ઘટાડો કરવાનો નક્કી કરવામાં આવ્યું છે.જેમાં સાઉદી ના ક્રૂડ મંત્રાલય ના મંત્રી ખાલિદ અલ ફાહીલે કહૂયું હતું કે “આ એક ઐતિહાસિક કરાર છે,જેના કારણે અમારા સંબંધ માં સુધારો આવશે. આ કરાર થી ક્રૂડ ઓઇલ બજાર માં સ્થિરતા આવશે” ઉલ્લેખનીય છે કે, ભારત 70 ટકા ક્રૂડ ની આયાત કરે છે જેથી પેટ્રોલ તેમજ ડીઝલ માં ઉછાળો આવશે.