ક્રેશ માં કોની ભૂલ / ભૂલને કારણે થાય છે આ પ્રકારની દુર્ઘટના,આવી દુર્ઘટનામાંથી શીખ ક્યારે લેવાશે

0
99

બુધવારે એરફોર્સના MI-17V5 હેલિકોપ્ટર ક્રેશમાં CDS જનરલ બિપિન રાવત સહિત 13 લોકોનાં મૃત્યુ થયાં છે. દુર્ઘટના પછી એક પછી એક પ્રશ્ન શરૂ થઈ ગયા છે હવે પુછપરછમાં એવું કહેવામાં આવી રહ્યું છે કે આ દુર્ઘટના કઈ રીતે થઈ અને કોની ભૂલથી થઈ? કુન્નુરના નીલગિરિના પહાડોમાં હેલિકોપ્ટર ક્રેશ થયું હતું. આખો વિસ્તારમાં જંગલ છે અને બુધવારે અહીંનું વાતાવરણ ખૂબ જ ખરાબ હતું. બુધવારે હવામાન વિભાગે આગાહી કરી હતી કે અહીં વાદળો ઘણાં નીચાં હોય છે ભેજ પણ વધુ રહેશે અને હળવો વરસાદ પડતો રહેશે આ દુર્ઘટનાના જે ફોટોગ્રાફ્સ અને વીડિયો મળ્યા છે એની પરથી એ વાતથી ચોખ્ખું થાય છેકે હવામાન વિભાગે જે આગાહી કરી હતી હવામાન એવું જ હતું. હેલિકોપ્ટર ક્રેશ થયું અને ઝાડ પર પડ્યું. પછીથી એમાં આગ લાગી ગઈ હતી. હવે સવાલ એવો છે કે હવામાન ઉડાન ભરવાલાયક હતું જ નહિ તો હેલિકોપ્ટરે કોના કહેવા પર ઉડાન ભરી? શું પાયલોટ પર ટેક-ઓફ માટે દબાણ કરવામાં આવ્યું હતું?સવાલ તો ઊઠશે આ દુર્ઘટના પર ઊભા થતા વિવિધ સવાલો છે એ મુજબ 2 સપ્ટેમ્બર 2009ના રોજ આંધ્રપ્રદેશના ત્યારના મુખ્યમંત્રી વાય. એસ. રાજશેખરનું હેલિકોપ્ટર કર્નૂલની નજીક ક્રેશ થયું હતું. એ સમયે પણ હવામાન ખરાબ હતું. જોકે તેમ છતાં ઉડાન માટે પાયલોટ પર દબાણ કરવામાં આવ્યું હતું. પછીથી આ અંગે બેવાર તપાસ કરવામાં આવી હતી. એમાં સીબીઆઈ તપાસ પણ સામેલ હતી. જોકે પછીથી એમાંથી કોઈપણ પ્રકારની શીખ લેવામાં આવી નહોતી. અને આ પ્રકારનો ટ્રેન્ડ સતત ચાલુ રહ્યો.સિંધિયા મામલામાં પણ આમાં જ થયું હતું

30 સપ્ટેમ્બર 2001ના રોજ પૂર્વ સિવિલ એવિએશન મિનિસ્ટર માધવરાવ સિંધિયાનું ક્રેશમાં મૃત્યુ થયું હતું. રિપોર્ટ મુજબ, ખરાબ હવામાન છતાં તેમણે કાનપુર જવાનો નિર્ણય કર્યો હતો.3 માર્ચ 2002ના રોજ લોકસભા અધ્યક્ષ બાલયોગીનું પણ હેલિકોપ્ટર દુર્ઘટનામાં નિધન થયું હતું. એ સમયે જોરદાર વરસાદ પડી રહ્યો હતો.એપ્રિલ 2011માં અરુણાચલના પૂર્વ મુખ્યમંત્રી દોરજી ખાંડુનું હેલિકોપ્ટર તવાંગમાં ક્રેશ થયું હતું. એ સમયે પણ તવાંગના પહાડી વિસ્તારનું હવામાન ખૂબ ખરાબ હતું. નેતા એમ કહી શકે છે કે તેમણે ક્યારે પણ ક્રૂ કે પાયલોટને ઉડાન ભરવા મજબૂર કર્યા નથી. તપાસ રિપોર્ટ્સમાં પણ આ પ્રકારની નેગેટિવ કેમેન્ટ્સ સામેલ કરવામાં આવતી નથી. જોકે આવું ભારતમાં જ જોવા મળે છે એવું પણ નથી. એપ્રિલ 2010માં પોલેન્ડના રાષ્ટ્રપતિ લીચ કાયન્સ્કીનું હેલિકોપ્ટર TU 154 રશિયામાં ક્રેશ થયું હતું. તપાસમાં એ વાત પ્રકાશમાં આવી કે પાયલોટને ખૂબ જ ખરાબ મોસમમાં લેન્ડિંગ માટે મજબૂર કરવામાં આવ્યો હતો.

હવામાન ખરાબ હતું. વાદળોની ઊંચાઈ ખૂબ જ ઓછી હતી. આ કારણે જ કદાચ હેલિકોપ્ટર ખૂબ જ ઓછી ઊંચાઈ પર ઊડી રહ્યું હતું. આ દરમિયાન એ ઝાડ પર પડ્યું અને ક્રેશ થયું હતું. બીજું કારણ એ પણ છે કે વરસાદ પડી રહ્યો હતો અને વિઝિબિલિટી ઓછી હતી. સામાન્ય રીત એવું બન્યું છે કે જ્યારે વાદળ નીચાં હોય અને વરસાદ પડી રહ્યો હોય તો આ પ્રકારની દુર્ઘટના બને છે. સવાલ એ છે કે શું કોર્ટ ઓફ ઈન્કવાયરી ટ્રાન્સપરન્ટ હશે? તપાસમાં એ વાતને પણ સામેલ કરવામાં આવશે કે ખરાબ હવામાન હોવા છતાં ક્યાંક પાયલોટ પર ઉડાન ભરવાનું દબાણ તો નહોતુંને?MI-17 પાવરફુલ હેલિકોપ્ટર M-17માં પાવરફુલ એન્જિન છે અને એનું લેન્ડિંગ ખૂબ જ સેફ હોય છે. જો એ નીચે ઉડાન ભરતું હોય તોપણ એ ઝાડ સાથે અથડાઈ શકે છે. આ અંગે હાલ માત્ર કલ્પના જ થઈ શકે છે. આવી સ્થિતિમાં ખૂબ અનુભવી પાયલોટ પણ ભૂલ કરી બેસે છે. એ બાબત પણ જોવી જોઈએ કે શું બંને પાયલોટ બહાર જ જોઈ રહ્યા હતા કે તેમની નજર માત્ર ફલાઈટના ડિસ્પ્લે પર જ હતી. કુન્નુર જેવા પહાડી અને જંગલી વિસ્તામાં તો આ વધુ મુશ્કેલ છે.