ક્વીક વેજી ચીઝી રોલ..

સામગ્રીઃ બ્રેડ સ્લાઈસ – ૪થી ૫ નંગ • રેડ, યલો, ગ્રીન કેપ્સીકમ – ૧/૨ કપ • લીલાં મરચાં (બારીક સમારેલાં) – ૧ નંગ • ચાટ મસાલો – ૧/૨ ટી સ્પૂન • બટર – ૨ ટી સ્પૂન • ડુંગળી (ઝીણી સમારેલી) – ૧ નંગ • ચીલી ફ્લેક્સ – ૧/૨ ટી સ્પૂન • ચીઝ સ્લાઈસ – ૪થી ૫ નંગ

રીતઃ સૌથી પહેલાં કેપ્સીકમ, ડુંગળી અને લીલા મરચાંને મિક્સરમાં ક્રશ કરી લો. હવે તેમાં ચીલી ફ્લેક્સ અને ચાટ મસાલો નાંખી મિક્સ કરીને બાજુ પર મૂકો. બ્રેડ લઈ તેને થોડી વણીને પાતળી કરો. તેના પર બનાવેલું મિશ્રણ પાથરવું. તેના પર ચીઝની સ્લાઈઝ મૂકીને ગોળ રોલ કરી લો. હવે પેનમાં થોડુંક બટર મૂકીને બનાવેલા રોલને ધીમી આંચ પર શેકો. રોલમાં અંદરની ચીઝ સ્લાઈસ ગરમ થાય એટલે તરત જ પ્લેટમાં લઈ લો. ચીઝી રોલને નાસ્તા અથવા બ્રંચમાં કેચઅપ સાથે સર્વ કરો.

ટીપ્સઃ ચીઝી રોલ્સ બનાવીને થોડી વાર મૂકી રાખો. આ પછી મસાલો નાખીને તૈયાર તૈયાર કરેલા ચણાના લોટના ખીરામાં ડીપ કરીને ફ્રાય કરવાથી એક અલગ અંદાજમાં ચીઝી રોલ્સને સર્વ કરી શકશો.

Share
WP Twitter Auto Publish Powered By : XYZScripts.com