ખાદ્યતેલમાં સતત ભાવ વધારાથી લોકો ત્રાહિમામ,સિંગતેલમાં રૂ.60 વધ્યા!

0
33

રાજ્યમાં આવક સામે મોંઘવારી સતત વધતા ખાસ કરીને ટૂંકી આવકમાં ઘર ચલાવતા મધ્યમ વર્ગીય પરિવારોમાં ભારે ચિંતા જોવા મળી રહી છે.

ફરી એકવાર સીંગતેલના ભાવમાં ભડકો થયો છે. વિગતો મુજબ 10 દિવસમાં સીંગતેલના ડબ્બે 60રૂ.નો વધારો થયો છે.

સીંગતેલના સતત ભાવ વધારાને લઈને ગૃહિણીઓ પરેશાન થઈ ગઈ છે. ગત વર્ષે પણ સીંગતેલના ભાવ આસમાને પહોંચ્યા હતા.

આ ભાવ વધારાને કારણે ગૃણિઓનું બજેટ સંપૂર્ણ પણે ખોરવાઈ ગયું છે.સામાન્ય માણસના ખિસ્સા પર પણ ભાર વધ્યો છે. મોંઘવારીએ સામાન્ય અને મધ્યમવર્ગની કમર તોડી નાખી છે. હવે તેલ ખરીદવા માટે ખિસ્સા વધુ ખાલી થશે. સતત ભાવ વધારાને કારણે રોજબરોજની ચીજવસ્તુઓમાં પણ ભાવ વધારો થઈ રહ્યો છે.