ખાદ્યતેલો ના ભાવો માં ફરી ભડકો ; કપાસિયા તેલ નો ડબ્બો 2400 એ પહોંચ્યો : સીંગતેલ 2465 ઉપર ; બન્ને વચ્ચે માત્ર રૂ.65 નો ફર્ક !!!

0
117

દેશ માં જાણે કે સરકાર નો કોઈ ક્યાંય કંટ્રોલ જ ન હોય તે પ્રકારે લૂંટ ચાલી છે અને મોંઘવારી બેફામ વધવા સાથે ખાદ્યતેલો માં ભડકો થયો છે અને હવે કપાસિયા તેલ નો ભાવ રાજકોટ બજારમાં આજે વધુ રૂ।.20ના વધારા સાથે 15 કિલો ડબ્બાનો ભાવ રૂ।.2400એ પહોંચી જતા લોકો મુશ્કેલીમાં મુકાયા છે કારણ કે 1000 ઉપર ભાવ વધી જતાં લોકો આટલી મોંઘવારી ક્યારેય નહીં જોઈ હોવાનું રટણ કરી રહયા છે
સિંગતેલના ભાવ પણ આજે રૂ।.20 વધીને 15 કિલો ડબ્બાના રૂ।.2425-2465 થતા કપાસિયા અને સિંગતેલ વચ્ચે ભાવફરક માત્ર 65 રૂ।.નો એટલે કે કિલોએ ચાર રૂ।.નો જ ફરક રહ્યો છે.

વેપારીઓએ અને ઓઈલમિલરોએ કપાસિયા તેલમાં તેજી માટે માલની અછતનું કારણ આપ્યું છે. દેશમાં 13.50 લાખ ટનથી વધુ કપાસિયા તેલ ખવાય છે ત્યારે હવે તે પણ અસહ્ય રીતે મોંઘું થઈ જતા લોકો ની હાલત દયનિય બની છે અને બેકારી ફાટી નીકળી હોય તેવો માહોલ છે સામાન્ય જનતા ને બે ટાઈમ ભોજન હવે રીતસર તકલીફ ઊભી થઈ રહી છે ત્યારે સરકાર આ માટે કોઈ પગલાં ભરે તે ઇચ્છનીય છે.