ગાંધીજીનું અસુરના રૂપમાં ચિત્રણ કરાતા ભારે હોબાળો, હિંદુ મહાસભા સામે ફરિયાદ

0
55

દક્ષિણપૂર્વ કોલકાતામાં દુર્ગા પૂજા પંડાલમાં રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીને અસુર તરીકે દર્શાવવા બદલ અ.ભા હિન્દુ મહાસભા સામે ફરિયાદ દાખલ કરવામાં આવી છે,ગાંધી જયંતિ નિમિત્તે આ મામલે ભારે હંગામો થયો હતો.

હિંદુ મહાસભા વિરુદ્ધ મહાત્મા ગાંધીને ખોટી રીતે રજૂ કરવા બદલ પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી છે. આ મૂર્તિ સાથે મહિષાસુર સહિત દેવી દુર્ગા દ્વારા માર્યા ગયેલા રાક્ષસોની તસવીરો બનાવવામાં આવી હતી. આમાંની એક તસવીર ગાંધીજી જેવી હતી.

પશ્ચિમ બંગાળમાં સત્તાધારી તૃણમૂલ કોંગ્રેસ અને વિપક્ષ ભાજપ દ્વારા મહાત્મા ગાંધીના મહિષાસુર તરીકે કથિત ચિત્રણની નિંદા કરવા સહિત કાર્યવાહીની માંગ કરી હતી. સત્તાધારી તૃણમૂલ કોંગ્રેસના રાજ્ય પ્રવક્તા કુણાલ ઘોષે કહ્યું હતું કે જો ખરેખર એવું કરવામાં આવ્યું હોય તો તે અપમાન સિવાય બીજું કંઈ નથી.

ઘોષે કહ્યું કે “તે રાષ્ટ્રપિતાનું અપમાન છે. તે દેશના દરેક નાગરિકનું અપમાન છે. આવા અપમાન અંગે ભાજપ શું કહેશે?
ગાંધીજીના હત્યારા કયા વૈચારિક છાવણીમાંથી હતા તે આપણે જાણીએ છીએ.” જો કે, પશ્ચિમ બંગાળ ભાજપે પણ આવી પેટર્નની નિંદા કરી છે. ભાજપના પ્રદેશ અધ્યક્ષ સુકાંત મજમુદારે પત્રકારોને જણાવ્યું હતું કે “જો આવું પગલું લેવામાં આવ્યું હોય તો તે દુર્ભાગ્યપૂર્ણ છે. અમે તેની નિંદા કરીએ છીએ. તે અસંસ્કારી અને અપમાનજનક છે.” ભારે હોબાળા બાદ આજે સવારે મહાત્મા ગાંધી જેવી પ્રતિમાને હટાવી દેવામાં આવી હતી.