14 C
Ahmedabad
Sunday, January 23, 2022

ગાય માતા ના પેટ નો એક્સરે કરતા જ પેટ માં દેખાઈ 20 ગ્રામ સોના ની ચેઇન

Must read

ગૌપૂજન દરમિયાન એક ગાય સોનાની ચેઇન ખાઈ જતા ગાય માતા ના પેટ નું ઓપરેશન કરી ચેઇન બહાર કાઢવામાં આવી હોવાનો કીસ્સો પ્રકાશ માં આવ્યો છે.
કર્ણાટકના ઉત્તર કન્નડ જિલ્લા ના સિરસી તાલુકા ના હિપહહલ્લી ગામ માં રહેતા શ્રીકાંત હેગડે ની ચાર વર્ષ ની ગાય અને વાછરડા ની પૂજા કરવા તેઓને પરિવારે ગાય અને તેના વાછરડાને પહેલા સ્નાન કરાવ્યું અને પછી પૂજા ચાલુ કરી. ગાયને ફૂલનો હાર પહેરાવ્યો છે તેમજ વાછરડા ને 20 ગ્રામની ચેન પહેરાવી હતી ત્યારબાદ ચેઇન કાઢી ફૂલો ના હાર સાથે પૂજા ના સામાન માં મુક્યા બાદ તેઓ તેના વાછરડાની પૂજા કરી રહ્યો હતો. આ દરમિયાન પરિવારનું ધ્યાન ના રહ્યું અને ગાય પૂજામાં મૂકેલી 20 ગ્રામની ચેન ગળી ગઈ. પરિવારે ઘણા મહિના સુધી આ ચેન નેચરલ રીતે બહાર આવે તે માટે રાહ જોઈ પણ તેવું ના થયું અને અંતે સર્જરી કરાવીને ચેન પાછી લીધી.  ગાય અને વાછરડાના છાણ પર નજર રાખી પણ કઈ ના મળ્યું. એ પછી તેઓ ગાયને પ્રાણીઓના ડોક્ટર સાથે લઇ ગયા અને ત્યાં એક્સરેમાં ખબર પડી કે ચેન ગાયના પેટમાં જ હતી ત્યારબાદ ઓપરેશન કરી ચેન બહાર કાઢવામાં આવી હતી.
આ ઘટના એ ભારે ચકચાર જગાવી છે.

- Advertisement -

More articles

- Advertisement -

Latest article