IPL 2023ની 57મી મેચ શુક્રવારે વાનખેડે સ્ટેડિયમમાં મુંબઈ ઈન્ડિયન્સ અને ગુજરાત ટાઈટન્સ વચ્ચે રમાઈ રહી છે. ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરતા મુંબઈ ઈન્ડિયન્સે 5 વિકેટે 218 રન બનાવ્યા હતા. સૂર્યકુમારે IPLમાં પોતાની પ્રથમ સદી પૂરી કરી હતી.
ટોસ જીત્યા બાદ ગુજરાત ટાઇટન્સના કેપ્ટન હાર્દિક પંડ્યાએ મુંબઈને પ્રથમ બેટિંગ કરવાનું આમંત્રણ આપ્યું હતું. મુંબઈએ ઝડપી શરૂઆત કરી હતી. રોહિત અને ઈશાને પ્રથમ વિકેટ માટે 61 રનની ભાગીદારી નોંધાવી હતી. રોહિતે 29 અને ઈશાન કિશને 31 રન બનાવ્યા હતા. બંનેને રાશિદ ખાને આઉટ કર્યા હતા. આ પછી વિષ્ણુ વિનોદ અને સૂર્યાએ ચાર્જ સંભાળ્યો. બંને વચ્ચે 65 રનની ભાગીદારી થઈ હતી. વિનોદ 30 રન બનાવીને આઉટ થયો હતો. આ સાથે જ સૂર્યાની તોફાની ઇનિંગ્સ ચાલુ રહી હતી. છેલ્લી ઓવરમાં જોફ્રાએ બે સિક્સર ફટકારી હતી. સૂર્યાએ અણનમ 103 રન બનાવ્યા હતા. આ દરમિયાન તેણે 11 ફોર અને 6 સિક્સર ફટકારી હતી.
MI vs GT પ્લેઇંગ 11
મુંબઈઃ રોહિત શર્મા, ઈશાન કિશન, કેમેરોન ગ્રીન, સૂર્યકુમાર યાદવ, નેહલ વાઢેરા, વિષ્ણુ વિનોદ, ટિમ ડેવિડ, જેસન બેહરેનડોર્ફ, પીયૂષ ચાવલા, ક્રિસ જોર્ડન, કુમાર કાર્તિકેય
ગુજરાતઃ શુભમન ગિલ, રિદ્ધિમાન સાહા, હાર્દિક પંડ્યા, ડેવિડ મિલર, વિજય શંકર, અભિનવ મનોહર, રાહુલ તેવટિયા, રાશિદ ખાન, નૂર અહેમદ, મોહિત શર્મા, મોહમ્મદ શમી