ગુજરાતના iphone માર્કેટમાં દાણચોરીનું નેટવર્ક ?વડોદરાથી સુરત સુધી 105 વેપારીઓનું શુ છે કનેક્શન?શુ છે સમગ્ર ખેલ? કોણ કોણ છે શંકાના દાયરામાં ? આ રહ્યા નામો

0
475

રાજ્યમાં એપલ આઈફોનની મોટાપાયે દાણચોરી થઈ રહી હોવાના અહેવાલો છે અને દિવાળી ઉપર મોટાપાયે વેચાણ થયું હોવાનું કહેવાય છે, મોટાપાયે આઈફોન માર્કેટમાં ગેરકાયદે વેચાણમાં કેટલાક તત્વો સક્રિય થયા અને હવાલા મારફતે ધંધો કરી લીધાની વાતોએ સંબંધીત વર્તુળોમાં ભારે ચર્ચા જગાવી છે.

સરકારી તિજોરીને મોટો ફટકો પડવાની વાતો વચ્ચે અતિ મોંઘા ફોન જે રૂપિયા પચાસ હજાર સુધીમાં વેચાય છે તેનો પચાસ ટકા હિસ્સો દાણચોરી દ્વારા ઘુસાડવામાં આવતા હોવાના કારણે સરકારી તિજોરીને કરોડોનું નુકસાન થઇ રહ્યું છે,જેમાં મુખ્યત્વે 12 ટકા જીએસટીની ચોરી તેમજ 20 ટકા બેઝિક કસ્ટમ ડયુટી ચોરી થઈ રહી હોવાની વાતો તપાસનો વિષય બની છે.

વડોદરાની વાત કરવામાં આવે તો અહીં મારવાન્સ મોબાઇલ,સરકાર મોબાઈલ અને જેવી મોટી દુકાનો ચર્ચાના પરિઘ માં હતી જે પૈકી સરકાર મોબાઈલ સહિત કેટલીક જગ્યાએ રેડ પડીતો રૂ.8.50 કરોડની જીએસટી ચોરી પકડાઈ હતી.
જોકે,મારવાન્સ મોબાઇલના ઇસ્ટાગ્રામ પેજ ઉપર તેનો ધંધો જોઈ શકાય છે અને સામાન્યરીતે ધારોકે અહીં રોજના આઠથી દશ મોબાઈલ વેચે તો પણ દોઢથી બે લાખ કમાઇ રહ્યા હોવાનું જણાય રહ્યું છે,ત્યારે જીએસટી વિભાગ દ્વારા ખાસ કરીને ખાનગી રાહે જો તપાસ થાયતો મોટો મામલો સામે આવી શકે છે.
અહીં સેકન્ડ હેન્ડ મોબાઇલનું પણ મોટું માર્કેટ ધમધમી રહ્યું છે તેમાં માત્ર આઇડી લઇ મોબાઈલ વેચાણ નો મોટાપાયે ધંધો ચાલી રહયો હોવાની વાત પણ તપાસનો વિષય છે.

વડોદરામાં અગાઉ અલકાપુરી સહિત ત્રણ જગ્યાએ જીએસટી વિભાગે દરોડા પાડ્યા હતા.
આ દરોડામાં સરકાર મોબાઈલ શોપના માલિક દ્વારા 8.50 કરોડની જીએસટીની ચોરી પકડાઈ તેજ બતાવે છે કે આવા ધંધા કરતા લોકો મોટાપાયે સરકારને ચુનો લગાવી રહયા છે.

ભરૂચ અને નવસારી સહિત સુરતના કેટલાક મોટા નામો હંમેશા ચર્ચામાં રહયા છે જેમાં ઇબ્રાહિમ કાપડિયા (ઇબુ) અને મોહંમદ અલી સુરત IA TELECOM , અસલમ નવસારી
સેલ પેસિફિક (ભરૂચ),આલોક નવસારી,સેલ વર્લ્ડ (સુરત)
દૌલા અંજુમ સુરત , બાટલીવાલા સરફરાઝ સુરત, હેવમોર મોબાઇલ સુરત, માચીસ વાલા હુસેન સુરત, નિઝામ સુરત (નિઝામ આઈ શોપ)
ધ્રુવ શાહ (એપલ વર્લ્ડ), ઈલિયાસ (આઇડી મોબાઇલ)
આ પૈકી અંજુમ તો મોબાઇલ ઉપરાંત ભારતમાં બેન એવી વેપ સિગારેટ ગોલ્ડની કસ્ટમ ચોરી મામલે પણ ચર્ચામાં છે જે તપાસનો વિષય છે.
સુરતમાં અંજુમ દૌલા સહિત 105 અન્ય વેપારીઓ ની મોટી લિંક હોવાની વાત પણ તપાસનો વિષય છે.

આમ વડોદરા થી લઈ દક્ષિણ ગુજરાતમાં મોટાપાયે આઈફોનનો ગેરકાયદે ધંધો ફુલ્યો ફાલ્યો હોવાની વાત તપાસનો વિષય બની છે.

મુંબઈ, કલકત્તા,અમદાવાદ , ચેન્નાઇ એરપોર્ટ ઉપર કથિત રીતે ઉતરતો આ જથ્થો હવાલા મારફતે વહીવટ થતો હોવાની વાત ચર્ચામાં રહી છે જેની તપાસ કરવામાં આવે તો પાછલા રેકોર્ડ સામે આવી શકે તેમ છે.
ટૂંકમાં વિદેશી કનેક્શન તપાસનો વિષય છે.
દાણચોરી મારફતે દુબઇ,હોંગકોંગ અને અમેરિકામાં ઝીરો ટેક્સનો ફાયદો ઉઠાવી દાણચોરી મારફતે મોટી કમાણી કરી રહ્યા હોવાની વાત છે.

અહી રૂપિયા એક લાખમાં વેચાતો ફોન વિદેશી બજારમાં રૂપિયા 25થી 30 હજાર ઓછી કિંમતે વેચાય રહ્યા છે.
પરિણામે દાણચોરીનો ધંધો પુર ભરમાં જામ્યો છે.
દાણચોરી દ્વારા દેશમાં ઘુસાડવામાં આવતા ફોન જીએસટી કે કસ્ટમ ડયુટી ભરતા નથી એટલા માટે કાયદેસર મંગાવવામાં આવતા ફોનની કિંમત કરતાં બે તૃતિયાશ ટકા ઓછા ભાવે મળતા હોય આ ગોરખધંધા માં મોટાપાયે સરકારી તિજોરીને નુકશાન જઈ રહ્યું હોય જીએસટી વિભાગ અને ઇડી દ્વારા જો તપાસ થાયતો ગફલા બહાર આવવાની શક્યતા વ્યકત થઈ રહી છે.

અત્રે ઉલ્લેખનીય છે કે અગાઉ ડિરેક્ટોરેટ ઓફ રેવન્યુ ઈન્ટેલિજન્સ (DRI) દ્વારા દેશમાં દાણચોરી કરીને લાવવામાં આવતા કરોડો રૂપિયાના આઈફોન રિકવર કર્યા હતા અને
ભારતમાં મોંઘા iPhoneની દાણચોરીની વાત સામે આવી હતી અને રૂ.42.86 કરોડનો સામાન જપ્ત કરવામાં આવ્યો હતો.

ડીઆરઆઈને ઇન્ફર્મેશન મળી હતીકે કરોડોની કિંમતના આઈફોનનું કન્સાઈનમેન્ટ ભારતમાં લાવવામાં આવી રહ્યું છે. જે બાદ ડીઆરઆઈની એક ટીમ બનાવવામાં આવી હતી. આ પછી, 26 નવેમ્બરે, હોંગકોંગથી 2 શંકાસ્પદ કન્સાઇનમેન્ટની તપાસ દરમિયાન આ માલ હોંગકોંગથી એર કાર્ગો કોમ્પ્લેક્સ (એસીસી) છત્રપતિ શિવાજી ઈન્ટરનેશનલ એરપોર્ટ (મુંબઈ) પર આવ્યો હતો.
આયાત દસ્તાવેજોમાં માલને ‘મેમરી કાર્ડ’ તરીકે બતાવાયો હતો જેની તપાસમાં સામે આવ્યું હતું કે કરોડો રૂપિયાની કિંમતના આઇફોન અને સ્માર્ટ વોચ છુપાવીને લાવવામાં આવ્યા હતા. DRI એ iPhone 13 Pro – 2245 iPhone, 13 Pro Max – 1401, Google Pixel 6 Pro – 12, Apple Smart Watch – 1 જપ્ત કર્યા હતા.

આ વાત દર્શાવે છે કે વિદેશથી માલ રીતે ભારતમાં ઘુસાડવામાં આવી રહ્યો છે અને આઈફોન માર્કેટ માં દાણચોરી પ્રકાશમાં આવી છે ત્યારે ગુજરાતમાં વડોદરાથી સુરત સુધી માલ ક્યાંથી આવે છે અને બિલ વગરનો વહીવટ કેવી રીતે થઈ રહ્યો છે તેની તપાસ કરવામાં આવેતો તેના મૂળ સુધી પહોંચી શકાય તેમ હોવાનું સુત્રોનું કહેવું છે.