ગુજરાત ઉપર વાવઝોડાનો ખતરો મંડરાઈ રહ્યો છે ત્યારે હવે વાવઝોડું ગુજરાતમાં ફૂંકાશે કે નહિ તે વાતની આજે બપોર સુધીમાં ખબર પડી જશે તેમ હવામાન વિભાગના સુત્રોનું કહેવું છે.
હવામાન વિભાગના કંટ્રોલરૂમના જણાવ્યા મુજબ આજે બપોર પછી ખબર પડશે કે વાવાઝોડું કઈ દિશામાં આગળ વધી રહ્યું છે.
જો મુંબઈ, ગુજરાતના દરિયા કિનારા તરફ આગળ વધે તો ગુજરાત માટે આગામી બે દિવસ ખતરો ઉભો થશે અને જો પાકિસ્તાન તરફ ફંટાઈ જાય તો ગુજરાત પરથી ચક્રાવાતનો ખતરો ટળી જશે.
જોકે, વાવાઝોડાનો ખતરો ટળી જાય તો પણ આગામી તા.10-11 જૂને દરિયા કિનારાના વિસ્તારોમાં ભારે પવન ફૂંકાવા સાથે ભારે વરસાદ પડવાની શક્યતાઓ રહેલી છે.
હાલ અરબી સમુદ્રમાં સર્જાયેલું બિપરજોય વાવાઝોડું મધદરિયે સ્થિર થઈ ગયું છે અને પોરબંદરથી 965 કિલોમીટર દૂર છે.
અત્યારે વાવાઝોડાંની ગતિ ધીમી હોવાથી તે કઈ તરફ જઈ રહ્યું છે કે પછી કઈ તરફ ફંટાઈ જશે, તે કહેવું મુશ્કેલ છે પણ બપોર બાદ ખબર પડશે.