ગુજરાતમાં અગાઉ સાઇકલ પણ બનતી ન હતી, હવે વિમાન બનશે !!

0
42

મોદીજી એ સુરેન્દ્રનગરમાં કહ્યું :-હું નરેન્દ્ર, આ ભૂપેન્દ્ર અને આપણું આ સુરેન્દ્ર ત્રીવેણી સંગમ છે !

વડાપ્રધાન મોદીજી એ આજે બપોરે સુરેન્દ્રનગરના દૂધરેજમાં સભા સંબોધી હતી આ તકે મોદીજી એ કહ્યું :-હું નરેન્દ્ર, આ ભૂપેન્દ્ર અને આપણું આ સુરેન્દ્ર ત્રીવેણી સંગમ છે !
વડાપ્રધાને કોંગ્રેસ પર આકરા પ્રહારો કરતા કહ્યું કે, કોંગ્રેસીઓ વિકાસના મુદ્દાની ચર્ચા કરવાના બદલે મને મારી ઓકાત દેખાડવાની વાત કરે છે.
તેઓએ મને નીચ કહ્યો, નીચી જાતીનો કહ્યો, મને મોતનો સોદાગર પણ કહ્યો, મને ગંદી નાળીનો કીડો પણ કહ્યો અને હવે મને ઓકાત બતાવવાનું કહે છે. અરે મારી કોઈ ઓકાત નથી, વિકાસના મુદ્દાની ચર્ચા કરો.

મેં પહેલા પણ કહ્યું હતું કે, નર્મદા યોજનાનો સૌથી વધુ લાભ સુરેન્દ્રનગર જિલ્લાને મળશે, અને આજે તે લાભ મળી રહ્યો છે તે વખતે બોલેલું વચન પાળી બતાવ્યું છે.
અહીં અમે આવીને અગરિયાઓની સ્થિતિ બદલી નાખી છે.
અમે નાના-નાના ઉદ્યોગોને પ્રોત્સાહન આપીએ છીએ અને હજુ પણ સુરેન્દ્રનગરના સૂવર્ણ દિવસો આવવાના છે.

અમે ગુજરાતમાં 4000 જેટલી કોલેજો બનાવી, આજે ગુજરાતમાં 600 જેટલી ITI કોલેજો પણ છે,પહેલા ગુજરાતમાં સાઇકલ પણ નહતી બનતી પણ હવે વિમાન બનશે.
જે વિકાસ છે,મારે દેશનો વિકાસ કરવો છે, મારે દેશના 130 કરોડ લોકોનું ભલું કરવું છે
મારે હજી મારે ઘણું કરવું છે.
આમ મોદીજીએ વિપક્ષ ઉપર ચાબખા માર્યા હતા.