ગુજરાતમાં ‘આપ’ના જાણીતા ચહેરા હાર્યા, સુરતમાં પાટીદાર આગેવાનોને સમાજનો સાથ કેમ ન મળ્યો ?

0
80

ગુજરાતમાં આપ પાર્ટીના જે જાણીતા ચહેરા હતા તે બધા હારી ગયા અને જેની કોઈ અપેક્ષા જ નહોતી તેવા પાંચ ઉમેદવારો જીત્યા છે.

આપે મેળવેલી આ સીટ પૈકી ચાર સીટ તો એવી છે જે ભાજપ અને એક સીટ કોંગ્રેસ કમિટેડ હોવાછતાં આ પાંચેય સીટ પર ઝાડુ ફરી વળ્યું છે.

ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં આમ આદમી પાર્ટીના પાંચ ઉમેદવારોની જીત થતાં અરવિંદ કેજરીવાલે તમામને શુભેચ્છા પાઠવી છે તેઓએ ગુજરાતમાં પાંચ ઉમેદવારોની જીતને લઈ આપ રાષ્ટ્રિય પાર્ટી બની ગઈ હોવાનું ઉમેર્યું હતું.

આપના જે પાંચ ઉમેદવારો જીત્યા છે તેમાં, બોટાદ વિધાનસભાના ઉમેશ મકવાણાની જીત થઈ છે.
જ્યારે ગારીયાધાર બેઠક પર સુધીર વાઘાણીની જીત થઈ છે.  જામજોધપુર બેઠક પર હેમંત ખવાની જીત થઈ છે. વિસાવદર બેઠક પર ભુપેન્દ્ર ભાયાણીની જીત થઈ છે.
જ્યારે નર્મદા જિલ્લાના ડેડીયાપાડા બેઠક પરથી ચૈતર વસાવાની જીત થઈ છે.
ગુજરાતની આ વખતની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીએ દિલ્હી અને પંજાબ મોડલ આગળ કરી અનેક રોડ શો કર્યા, સભાઓ,પત્રકાર પરિષદો કરી અને આપના સુપ્રિમો કેજરીવાલે તો લેખિતમાં આપેલું કે, ગુજરાતમાં આમ આદમી પાર્ટીની સરકાર બનશે પણ તેમછતાં આપની સીટ ડબલ ડિજિયમાં નથી આવી.

સુરતમાં પણ જાણીતા ચહેરા ગોપાલ ઈટાલિયા, મનોજ સોરઠિયા, અલ્પેશ કથીરિયાતો એવા હતા કે તેઓ પાટીદાર આંદોલનમાં મહત્વનો ભાગ ભજવ્યો હતો પરિણામે આ ચારેયને આપે સુરતની ટિકિટ આપી હતી અને પાટીદાર સમાજના મતો અંકે કરશે તેવી ગણતરી હતી પણ સમાજનો સાથ નહિ મળ્યો હોવાનું સપાટી ઉપર આવ્યું છે.

એવી રીતે આમ આદમી પાર્ટીના મુખ્યમંત્રીના ચહેરો એવા ઉમેદવાર ઈસુદાન ગઢવી ખંભાળિયાથી લડ્યા પણ સાથ ન મળ્યો અને આ પાંચેય એવા ઉમેદવાર કે જેની ઉપર ટોટલ મદાર હતો તે તમામ હારી ગયા છે.
આમ,ગુજરાતમાં આપ સરકાર બનાવી રહી હોવાનો જે દાવો હતો તેની વિપરીત પરિણામો આવ્યા હતા.