ગુજરાતમાં કોંગ્રેસના 44 અને આપના 128 ઉમેદવારની ડિપોઝિટ ડુલ ; મોદીજી એ ભવિષ્યવાણી કરી હતી તે મુજબજ આવ્યા પરિણામ

0
42

મતગણતરી કેન્દ્રો પર 182 સીટની મતગણતરી શરૂ થઈ હતી.​​​​ ભાજપે ટ્રેન્ડમાં 150થી વધુ બેઠક હાંસલ કરી અને હવે 156 સીટ પર જીત સુધી પહોંચતા કોંગ્રેસના 44 અને આપના 128 ઉમેદવારની ડિપોઝિટ ડુલ થઈ ગઈ છે સાથેજ ગુજરાતમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે માધવસિંહ સોલંકીનો 149 સીટનો અને નરેન્દ્ર મોદીનો 2002નો 127 સીટનો રેકોર્ડ તોડી નાંખ્યો છે.
ગુજરાતમાં ભાજપ સતત 7મી વખત સરકાર બનાવી રહી છે. આ જીત બાદ પીએમ નરેન્દ્ર મોદી પણ લોકો અને કાર્યકરોનો આભાર વ્યક્ત કરવા માટે દિલ્હીમાં બીજેપી હેડ ઓફિસ પહોંચ્યા હતા જ્યાં કાર્યકર્તાઓને સંબોધતા તેમણે કહ્યું કે હું જનતા જનાર્દન સમક્ષ નમન કરું છું, જનતાનો આભાર માન્યો હતો.

વડાપ્રધાન મોદીએ ગુજરાતની જનતાનો આભાર માન્યો હતો. તેમણે પોતાના ટ્વિટર હેન્ડલ પરથી ટ્વિટ કરીને જણાવ્યું હતું કે ‘લોકોએ વિકાસને વોટ આપ્યો છે. જેના કારણે હું ગુજરાતની જનતાનો આભાર માનું છું.’
મહત્વનું છે કે ગુજરાતમાં ચૂંટણી પ્રચાર દરમિયાન PM મોદીએ કહ્યું હતું નરેન્દ્રનો રેકોર્ડ ભૂપેન્દ્ર તોડશે અને સાચેજ પરિણામો તે મુજબ આવ્યા છે.