ગુજરાતમાં કોંગ્રેસનું ભાજપ સરકાર સામે કુલ 36 પાનાનું તહોમતનામુ તૈયાર ; ભાજપ કહે છે કે “વિકાસ”ના કામ એજ બોલતો પુરાવો !

0
65

ગુજરાત રાજ્યમાં વિધાનસભાની ચૂંટણીઓ હવે જાહેર થઈ ચુકી છે ત્યારે ખાસ કરીને આપ અને ભાજપ વચ્ચે અત્યારસુધી જંગ જોવા મળતો હતો પણ હવે ચૂંટણી નજીક આવતા કોંગ્રેસ પણ સક્રિય થઈ ગઈ છે અને કોંગી નેતાઓ બરાબરના કામે લાગ્યા છે એટલુજ નહીં પણ કોંગ્રેસે તો ભાજપ સરકાર સામે કુલ 36 પાનાનું તહોમતનામુ પણ તૈયાર કરી દીધું છે અને જવાબ માંગ્યો છે કોંગ્રેસના આ તહોમતનામાં કુલ 21 મુદ્દા છે જેમાં ગુજરાતમાં કોંગ્રેસના શાસન સમયની પરિસ્થિતિ સામે ભાજપ સરકારના શાસનમાં ગુજરાતની સ્થિતિની સરખામણી કરવામાં આવી છે.

–ભાજપ સરકાર પર કોંગ્રેસ દ્વારા આ મુજબ સીધા આરોપ કરવામાં આવ્યા છે.

–મોરબી દુર્ઘટનામાં 136 લોકોના મોત થવા પાછળ સરકારની જવાબદારી

–ગુજરાતનું દેવું વધી જતાં સરકારી આર્થિક ગેરવહીવટ

–રાજ્યની જવાબદારીમાં વધારો

–પેપર ફૂટવાની વારંવાર બનતી ઘટના

–બેરોજગારીનું વધતું જતું પ્રમાણ

–દલિત સુરક્ષા સામે સવાલ

–ડીફોલ્ટર ની સંખ્યામાં વધારો

–સરકારી એજન્સીમાં કૌભાંડ જેવા કે જીએસપીસી કૌભાંડ, ફિશીંગ કૌભાંડ

–વેન્ટિલેટર ખરીદીમાં કૌભાંડ

–કોરોના મહામારી દરમિયાન સરકારે લીધેલા બેજવાબદારી ભર્યા પગલાં

–શિક્ષણમાં ઊતરતો ગ્રાફ

–શૈક્ષણિક રીતે પછાત ગુજરાત

–આવાસ પૂરતા પ્રમાણમાં ન મળવા

–વીજળી ને લગતી સમસ્યા

–મહિલાઓની કથળતી જતી સ્થિતિ

–મહિલાઓ પર થતા અત્યાચાર

–મહિલાઓ સાથે બળાત્કારની ઘટના

–મહિલાઓની આત્મનિર્ભરતામાં ઘટાડો

જોકે, બીજી તરફ ભાજપ દ્વારા ઉપર ઉપરી થયેલા લોકાર્પણ અને વિકાસના કામો જનતા વચ્ચે લાવી કહી રહ્યું છે કે ભાજપના કામ બોલે છે અને તે બોલતો પુરાવો છે.