ગુજરાત કોંગ્રેસમાં હવે શંકરસિંહ વાઘેલા સામેલ થશે ; પિતા-પુત્રની જોડી કોંગ્રેસને કેટલો ફાયદો કરાવશે ?

0
80

રાજ્યમાં ચૂંટણીઓ જાહેર થતા જ અગાઉ માત્ર આમ આદમી પાર્ટી અને ભાજપ વચ્ચે સીધો જંગ દેખાતો હતો તે હવે છેલ્લી ઘડીએ કૉંગ્રેસ એક્ટિવ થતા હવે ત્રિ પાંખીયો જંગ જોવા મળી રહ્યો છે અને હવે કોંગ્રેસ દ્વારા ઉમેદવારોની બીજી યાદી જાહેર કરાયા બાદ હવે શંકરસિંહ વાઘેલાને પાર્ટીમાં લાવવા તખ્તો ગોઠવાઈ ચુક્યો છે.
તા.12 નવેમ્બરે શંકરસિંહ બાપુ કોંગ્રેસમાં જોડાઇ જશે તેમ મનાય છે.
શંકરસિંહ બાપુ વગર શરતે કોંગ્રેસમાં જોડાવવા તૈયાર થઈ ગયા હોવાની વાત છે. જગદીશ ઠાકોર દ્વારા શંકરસિંહ વાઘેલાને કોંગ્રેસમાં લાવવા હાઈકમાન્ડ સાથે મધ્યસ્થી કરી રહ્યા છે.

મહત્વનું છે કે કોંગ્રેસે 4 નવેમ્બરે પહેલી યાદીમાં 43 ઉમેદવારો જાહેર કર્યા હતા જ્યારે બીજી યાદીમાં 46 ઉમેદવારો જાહેર કરવા સાથે 89 ઉમેદવાર ડિકલેર કર્યા છે.
આ મહિનાના અંતમાં રાહુલ ગાંધી અને પ્રિયંકા ગુજરાતમાં પ્રચાર માટે આવે અને સભા સંબોધે એવી શક્યતા છે.
વાત એમપણ છે કે પ્રભારી રઘુ શર્માએ શંકરસિંહ વાઘેલાના ઘરે જઈ બેઠક કરતા હવે બાપુ સતત કોંગ્રેસમાં નેતાઓ સાથે જોવા મળી રહ્યા છે. બાપુના પુત્ર મહેન્દ્રસિંહ વાઘેલા પણ કોંગ્રેસમાં જોડાઈ શકે છે. ત્યારે કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેની હાજરીમાં આગામી 12 નવેમ્બરે બાપુ કોંગ્રેસમાં જોડાવાની વાત સામે આવી છે.
આમ,હવે ગુજરાતમાં ભાજપ,કોંગ્રેસ અને આપ વચ્ચે ત્રિ પાંખિયા જંગના મંડાણ થયા છે.