ગુજરાતમાં બે મોટા સ્ટાર પ્રચારકો સામસામે :-PM મોદી અને રાહુલ ગાંધી મતદારોને મત આપવા કરી રહ્યા છે અપીલ !

0
35

આજે ગુજરાતમાં PM મોદી અને કોંગ્રેસના સ્ટાર પ્રચારક રાહુલ ગાંધીની હાજરીને લઈ તંત્ર કામે લાગ્યું છે હાલમાં મોદીજી સુરેન્દ્રનગરમાં સભા ગજવી રહયા છે તેઓ સવારે 11 વાગ્યે રાજભવનથી સુરેન્દ્રનગર જવા નીકળ્યા હતા અને 12 વાગ્યે સુરેન્દ્રનગર ખાતે જાહેર સભામાં ચુંટણી સભા સંબોધિત કર્યા બાદ સુરેન્દ્રનગરથી જંબુસર જવા રવાના થશે અને 2 વાગ્યા બાદ જાંબુસરમાં જાહેરસભા ગજવશે ત્યાંથી 3 વાગ્યે નવસારી અને 5 વાગે નવસારીથી સુરત એરપોર્ટ થઇ PM મોદી દિલ્હી રવાના થશે.
સાથેજ કોંગ્રેસના સ્ટાર પ્રચારક રાહુલ ગાંધી ગુજરાતમાં પોતાની સીટો જાળવી રાખવા પ્રચાર કરશે તેઓ સુરતના મહુવા સહિત રાજકોટ અને અમરેલી ખાતે બે સ્થળોએ પણ સભા ગજવશે.

ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઇ કોંગ્રેસ નેતા રાહુલ આજે ગુજરાતના પ્રવાસે છે. રાહુલ ગાંધી સુરતના મહુવામાં સભા સંબોધશે. મહુવામાં બપોરે જનસભાનું આયોજન કરાયું છે. ત્યારબાદ રાહુલ ગાંધી રાજકોટમાં પણ સભાને સંબોધશે.
કૉંગ્રેસ પક્ષ દ્વારા સમગ્ર ગુજરાતમાં જનજન સુધી રાહુલ ગાંધીના વચનો અને સંદેશ પહોંચે તે માટે તમામ 182 વિધાનસભામાં વિસ્તારમાં કાર્પેટ બોમ્બર્ડિંગ કરવા પ્રચંડ જનસભાનું લાઈવ પ્રસારણ કરવામાં આવશે. કૉંગ્રેસ નેતા રાહુલ ગાંધી દ્વારા બપોરે એક કલાકે સુરત અને રાજકોટ ખાતેની બપોરે ત્રણ કલાકે શાસ્ત્રી મેદાન ખાતે યોજાનાર પ્રચંડ જનસભાનું સમગ્ર 182 વિધાનસભામાં LED વાન દ્વારા જીવંત પ્રસારણ કરવામાં આવશે.
આમ,મોદીજી અને રાહુલ ગાંધી ગુજરાતમાં એકજ દિવસે સભાઓ ગજવશે.
ગઈકાલે વડાપ્રધાને સોમનાથ, રાજકોટના ધોરાજીમાં, અમરેલીમાં તેમજ બોટાદમાં જનમેદનીને સંબોધન કર્યું હતું. જે બાદ આજે વડાપ્રધાન સુરેન્દ્રનગર, ભરૂચ અને નવસારીમાં સભાને સંબોધશે. તેઓ આજે બપોરે સુરેન્દ્રનગરના દૂધરેજમાં સૌથી પહેલા સભા સંબોધન કર્યું હતું.