ગુજરાતમાં ભાજપનો લક્ષાંક ૧૮૨ બેઠક જીતવાનો ; ૨૦૧૭માં ૧૫૦ ના લક્ષાંક સામે ૯૯ મળી હતી !! આ વખતે શું થશે ? “આપ”ભારે પડશે?

0
95

ગુજરાતમાં વિધાનસભા ની ચૂંટણીઓ નજીકમાં જાહેર થઈ જશે,ઇલેક્શન કમિશન આગામી 26 અને 27 સપ્ટેમ્બર ના રોજ ગુજરાતની મુલાકાતે આવી શકે છે,સૂત્રોના જણાવતા પ્રમાણે બે સભ્યોનું ઈલેકશન કમિશન રાજકીય પાર્ટી ઓ સાથે અને રાજ્યના તમામ કલેકટરો સાથે પણ બેઠક કરી શકે તેવી વાત વચ્ચે ગમેત્યારે ચૂંટણી ડીકલેર થઈ શકે તેવી વાત હાલ ચર્ચાઈ રહી છે.

ગુજરાતમાં અગાઉની વિધાનસભા ચુંટણીઓ દરમ્યાન 2017ની ચૂંટણીની વાત કરવામાં આવેતો ભાજપે 150થી વધારે બેઠકો જીતવાનો લક્ષાંક રાખ્યો હતો, પણ 99 બેઠક મળી હતી. આ વખતે પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલે ભાજપ તમામ 182 બેઠકો જીતવાનો લક્ષાંક મૂક્યો છે તો કેટલી બેઠક કબજે કરશે તેતો આવનારો સમય કહેશે.

હાલમાં જે ભાજપ સામે પડકાર છે તે આમ આદમી પાર્ટી છે અને આમ આદમી પાર્ટી કેટલી બેઠક કબજે કરશે તે કહેવું મુશ્કેલ છે તો ઓવેશી પણ ૬૫ બેઠક ઉપર જીતનો દાવો કરી રહ્યા છે.

પાછલા વર્ષો ઉપર નજર કરવામાં આવેતો ભાજપ માટે 2017નો તબક્કો પડકારજનક હોવાછતાં ભાજપે સરકાર બનાવી હતી, કારણકે તે વખતે પાટીદાર આંદોલન, નરેન્દ્ર મોદી વડાપ્રધાન બનતા તેઓની ગુજરાતમાં ગેરહાજરી,અમિત શાહની ગેર હાજરી જેવા પડકારો વચ્ચે પણ તે વખતે ભાજપે વિજય મેળવ્યો હતો.

૨૦૧૭માં ભાજપ માટે પડકાર બનેલા અને પાટીદાર આંદોલન કરી રહેલા હાર્દિક પટેલ તેમજ ભાજપ સામે પડેલા ઓબીસી નેતા અલ્પેશ ઠાકોર હવે ભાજપમાં ગોઠવાઈ ગયા છે,પાટીદાર સમાજની માંગ મુજબ ગુજરાતમાં હાલના મુખ્ય મંત્રી ભૂપેન્દ્ર પટેલ પાટીદાર છે,એટલે કહી શકાય કે 2017ના કારણોનું રાજકીય નિવારણ ભાજપે લાવી દીધું છે.

આ ઉપરાંત, કૉંગ્રેસનાં આઠ જેટલા ધારાસભ્યો ભાજપમાં જોડાયા છે અને કેટલાંકે મંત્રીપદ પણ મેળવ્યું છે.

આમ,૨૦૧૭માં જે સ્થિતિ હતી તે હાલમાં નથી પણ હાલમાં કોરોના બાદ વધેલી મોઘવારી,મોઘું શિક્ષણ,વીજળી, વગેરે મુદ્દે આમ આદમી પાર્ટીએ લોકોની નાડ પારખીને દિલ્હી,પંજાબ મોડલની જે હવા કેજરીવાલ ગૂજરાત માં જાહેરાત કરવામાં સફળ થયા તે વાતથી આમ આદમી પાર્ટીને મળી રહેલા સમર્થન ને લઇ કેટલીક બેઠકો આપ મારી જશે તે વાત રાજકીય સમીક્ષકો કરી રહ્યા છે.

પરિણામે ગુજરાતમાં ભાજપના ૧૮૨ બેઠકો જીતવાનો લક્ષાંક કેટલો સફળ થશે તે તો આવનારા સમયમાં ખબર પડશે.