ગુજરાતમાં ભાજપે રાત્રે ઉમેદવારોને ફોન કર્યા ! ક્યાં ક્યાં કોનું નામ ?વાંચો આ અહેવાલ 

0
79

ભાજપ પોતાના સત્તાવાર ઉમેદવારોની યાદી સવારે 10 વાગ્યે દિલ્હીથી જાહેર કરશે પરંતુ ભાજપનીપાર્લામેન્ટરી બોર્ડની બેઠક પત્યા બાદ મોડી રાત્રે ઉમેદવારોને ફોન કરવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યું છે જેમાં નીચે મુજબના ઉમેદવારો નક્કી હોવાનું કહેવાય છે.

— જસદણ બેઠક પરથી કુંવરજી બાવળીયા નક્કી
— રાજકોટની તમામ બેઠક પર નવા નામો જાહેર કરવામાં આવશે. –રાજકોટ પૂર્વ બેઠક પર ભાજપના બક્ષીપંચ મોચરાના અધ્યક્ષ ઉદય કાનગડ, દક્ષિણ બેઠક પર રમેશ ટીલાળાનું નામ નક્કી

— રાજકોટ ગ્રામ્ય બેઠક પર લાખાભાઈ સાગઠીયાના બદલે પૂર્વ ધારાસભ્ય ભાનુબેન બાબરીયાને ટિકિટ આપવાનું નક્કી હોવાની શક્યતા
— ગોંડલમાં ગીતાબા જાડેજા અને જેતપુરમાં જયેશ રાદડિયાની ટિકિટ નક્કી હોવાની વાત

–ભાજપની પ્રથમ યાદીમાં સુરત પૂર્વમાં અરવિંદ રાણા, સુરત ઉત્તરમાં કાંતિ બલરને ટિકિટ નક્કી
— વરાછામાં કિશોર કાનાણી, કરંજ બેઠક પર પ્રવીણ ઘોઘારીને અને લિંબાયતમાં સંગીતા પાટીલ, કતારગામમાં વીનુ મોરડિયાને ટિકિટ ફાયનલ
— મજુરા બેઠક પરથી હર્ષ સંઘવી, સુરત પશ્ચિમ બેઠક પરથી પૂર્ણેશ મોદી અને કામરેજ બેઠક પર વી.ડી.ઝાલાવાડિયાને ટિકિટ નક્કી.

–વલસાડમાં ભરત પટેલ સહિત પારડી બેઠકથી કનુ દેસાઈ, ઉમરગામ બેઠકથી રમણ પાટકર, કપરડા બેઠકથી જીતુ ચૌધરી ફાયનલ

— સુરતમાં જ મોટાભાગની બેઠકો પર ઉમેદવારોને રીપિટ કરાયા હોવાની વાત છે. વરાછા બેઠક પર પૂર્વ મંત્રી કાનાણી, કામરેજ બેઠક પર પ્રફૂલ પાનસેરિયા, કરંજ બેઠક પર પ્રવિણ ઘોઘારી, કતારગામ બેઠક પર વીનુ મોરડિયા, ઓલપાડ બેઠક પર મંત્રી મુકેશ પટેલ, ઉધના બેઠક પર મનુ પટેલને ફોન કરીને ટીકિટ નક્કી હોવાનું જાણવા મળ્યું છે.

–ગીર સોમનાથમાં માનસિંહ પરમારને ટિકિટ આપી હોવાની ચર્ચા છે. તો કોંગ્રેસમાં ગઈકાલે ભાજપમાં આવેલા ભગા બારડને ટિકિટ અપાઈ હોવાની પણ વાત છે.
–ગઢડા બેઠક પરથી સાંસદ શંભુ પ્રસાદ ટૂંડિયાને જ્યારે અમરેલી બેઠકથી કૌશિક વેકરિયા અને લીંબડીથી કિરીટસિંહ રાણાની ટિકિટ ફાઈનલ હોવાનું માનવામાં આવે છે.

આમ, ઉપરોક્ત મામલે ભારે ચર્ચા છે પણ આજે 10 વાગ્યે સત્તાવાર યાદીમાં જે નામો જાહેર થશે ત્યારેજ ખબર પડશે કે કોને કોને ટીકીટ મળી.