અમદાવાદ તા 19 : આજે ના દિવસ ને ગુજરાતના મેડિકલ ઇતિહાસ માં સહુ કોઈ યાદ રાખશે ગુજરાતનું પ્રથમ હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ આજે સફળ થયું છે થોડા સમય પેહલા ભાવનગરના સિહોર તાલુકાના ચોરવડલા ગામે રહેતાં મુસ્લિમ યુવાન આસિફ મહંમદને ગત 17મી તારીખે ઈશ્વરીયા ગામે અકસ્માત નડ્યો હતો. અકસ્માત બાદ બે સંતાનોના પિતા આસિફને ભાવનગરની એક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં ડોક્ટર્સે તેને બ્રેઇન ડેડ જાહેર કર્યો હતો. આસિફના અંગો અન્ય લોકોને જીવન આપી શકે તે માટે તેના પરિવારજનોએ અંગોનું દાન કરવાની જાહેરાત કરી હતી. ગુજરાતમાં મુસ્લિમ સમાજ દ્વારા અંગ દાન કરાયું હોય અને દાન કરાયેલા હાર્ટને કોઈ અન્ય દર્દીમાં ટ્રાન્સપ્લાન્ટ કરાયું હોય તેવી આ પ્રથમ ઘટના છે.હાર્ટને ગ્રીન કોરિડોર દ્વારા ગણતરીની મિનિટ્સમાં ભાવનગરથી અમદાવાદ ખાસ વિમાનમાં લવાયું હતું. તબીબ જગત પણ આને એક ઐતિહાસિક સિદ્ધી માની રહ્યું છે.