ગુજરાતમાં 2021માં યોજેલી સભા મામલે ‘આપ’ના નેતાઓ ઈસુદાન ગઢવી અને પ્રવીણ રામને સમન્સ પાઠવવામાં આવ્યું છે.
રાજ્યમાં લોકસભાની ચૂંટણી પૂર્વે રાજકીય પક્ષોમાં અત્યારથી તૈયારીઓ શરૂ થઈ ગઈ છે અને ધમધમાટ શરૂ છે ત્યારે બીજી તરફ ગુજરાતમાં
આમ આદમી પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ ઈસુદાન ગઢવી અને ઉપપ્રમુખ પ્રવીણ રામની મુશ્કેલી વધી છે.
હકિકતમાં આપ ગુજરાત પ્રમુખ ઈસુદાન ગઢવી અને ઉપપ્રમુખ પ્રવીણ રામને મેંદરડા પોલીસે સમન્સ પાઠવ્યું છે.
આ નેતાઓએ ગત તા. 2જી જુલાઈ 2021ના રોજ યોજેલી જનસંવેદના સભા બદલ સમન્સ પાઠવવામાં આવ્યું છે.
તાલાલા પોલીસ મથકમાં નોંધાયેલી ફરિયાદ અંગે હાજર થવા સમન્સ પાઠવવામાં આવ્યું છે.
બંને વિરુદ્ધ આઈપીસી કલમ 269, 188, અંતર્ગત ફરિયાદ નોંધાઇ છે. નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ 2005ની કલમ 51(બી) અને જી.પી એક્ટ કલમ 135(3) મુજબ ગુનો નોંધવામાં આવ્યો છે.
આમ,2021માં યોજેલી સભા મામલે સમન્સ મળતા તેઓ સામે મુશ્કેલીઓ શરૂ થઈ છે.