ગુજરાતમાં 75 વર્ષના નેતાઓ કે તેમના સગાઓ ભાજપમાં નહિ ચાલે ! ટીકીટ નહિ આપવાના નિર્ણય સામે પીઢ નેતાઓમાં ફાળ પડી !

0
68

ગુજરાતમાં વખતે ભાજપ આકરા પાણીએ છે અને ચોખ્ખું કહી દીધું છે કે આ વખતે કોઈ પણ નેતાના સગાને ટીકીટ મળશે નહીં અને 75 વર્ષથી વધુ ઉંમર થઈ હોય તેવા નેતાઓ માનભેર ઘરે બેસે અને પાર્ટીમાં નવા નિશાળીયાઓને માર્ગદર્શન આપે તેમજ પાર્ટીને પોતાની સેવાનું યોગદાન આપે.

ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી આર પાટિલે અગાઉથી જ 75 વર્ષથી ઉપરના ધારાસભ્યોકે તેમના સંબંધીને ટિકિટ નહિ મળે તેવુ સ્પષ્ટ જણાવી ચુક્યા છે અને પૂર્વ આરોગ્ય મંત્રી જયનારાયણ વ્યાસ બાબતે પણ પાટિલે નિવેદન આપ્યું હતું કે, 75 વર્ષ થયા હોવાથી પાર્ટી તેમને ટિકીટ નહીં આપી શકે.

આખરે 32 વર્ષ ભાજપમાં કાઢ્યા બાદ હવે જ્ય નારાયણ વ્યાસે રાજીનામું આપ્યું અને ભાજપે ખુશીથી રાજીનામાનો સ્વીકાર પણ કર્યો છે આ વાત દર્શાવે છે કે 75 વાળા શાન માં સમજી જાય.
ભાજપના પીઢ નેતા જય નારાયણ વ્યાસે 32 વર્ષ ભાજપમાં સેવા આપ્યા બાદ નારાજ થઈ રાજીનામું આપી દીધું અને પાર્ટીએ કોઈપણ જાતની નારાજગી ની પરવા કર્યા વગર રાજીનામુ સ્વીકારી લીધું તે વાત અન્યો માટે ઇશારો છે કે પાર્ટીના નિયમોની ઉપરવટ જવાથી મેળ પડવાનો નથી.

જોકે, છેલ્લા ઘણા સમયથી જયનારાયણ વ્યાસ ભાજપથી નારાજ હતા અને અગાઉ જ્યારે રાજસ્થાનના સીએમ અશોક ગેહલોત સાથે તેઓએ મુલાકાત કરી ત્યારથી એ ચર્ચાએ જોર પકડ્યું હતું કે, તેઓ ભાજપ છોડી શકે છે.
આમ હવે ભાજપ ઉમેદવારોની પસંદગી બાબતે કડક બન્યું છે અને કોઈની મનમાની નહિ ચાલે તેવો ગર્ભિત ઈશારો કરી દીધો છે.