15 C
Ahmedabad
Sunday, January 23, 2022

ગુજરાત ના પૂર્વ CM રૂપાણી અને PM મોદી વચ્ચે મુલાકાત,મહત્વ ની જવાબદારી મળી શકે છે !

Must read

ગુજરાતના પૂર્વ સીએમ વિજય રૂપાણી પીએમ મોદી વચ્ચે મહત્વ ની મુલાકાત થઈ છે, રૂપાણી એ મુખ્યમંત્રી પદ ઉપર થી રાજીનામું આપ્યા ને 84 દિવસ થઈ ગયા બાદ શનિવારે પીએમ મોદી અને વિજય રૂપાણી રૂબરૂ મળ્યા છે જે વાત ને લઈ રાજકીય તજજ્ઞો અનુમાન લગાવી રહયા છે કે સીએમ વિજય રૂપાણીને કોઈ મોટી જવાબદારી મળી શકે છે.
અત્રે નોંધનીય છેકે ગુજરાતના મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપી દીધા બાદ તેઓ ની નારાજગી બહાર આવી હતી જોકે,બાદમાં તેઓ પોતાના પરિવાર અને અન્ય બાબતોમાં વ્યસ્ત થઈ ગયા હતા,અગાઉ, તેમણે કહ્યું હતું કે તેમણે કોઈ જવાબદારી માંગી નથી અને પાર્ટીએ પણ કંઈ કહ્યું નથી. વિજય રૂપાણીએ કહ્યું કે જે મળશે તે સ્વીકારીશું. ગુજરાતના મુખ્યમંત્રી પદેથી વિજય રૂપાણીના રાજીનામા બાદ સૌરાષ્ટ્ર રાજકોટમાં આંતરિક જૂથવાદ ઉભર્યો હતો અને નવી ટીમ પણ સિનીયરો ના અભિપ્રાય લઈ પોતાની રીતે કામે લાગી છે,ચૂંટણી નજીક છે ત્યારે અનુભવી સિનીયરો ના સોર્સ પણ ખુબજ મહત્વના ગણાય છે ત્યારે હવે રૂપાણીજી ને પાર્ટી માં કોઈ જવાબદારી સોપાય તેવી અનેક પ્રકારની અટકળો પણ લગાવવામાં આવી રહી છે.

- Advertisement -

More articles

- Advertisement -

Latest article