24 C
Ahmedabad

ગુજરાત ના રિયલ એસ્ટેટ પર નોટબંધી ની અસર બુકિંગ્સમાં ૯૦ટકાનો ઘટાડો.

Must read

Dipal
Dipal
Satyaday, Gujarat’s largest language media group, brings to you the most comprehensive Gujarati News Website. The app covers Latest Gujarati news from all around the world giving you a complete up-to-date coverage on news anytime and anywhere.

નોટબંધી પછી રોકડની તંગીને કારણે લોકો જરૂરિયાત કરતા એક રૂપિયો પણ વધુ ખર્ચ કરતા વિચાર કરતા થઈ ગયા છે. કેટલાંક કિસ્સામાં તો રોકડની તંગીને કારણે લોકોને ઘરમાં જીવન જરૂરિયાતની વસ્તુઓ ખરીદવામાં પણ તકલીફ પડી રહી છે. તેવા સમયે નવું મકાન કે પ્રોપર્ટી ખરીદવાનો તો વિચાર જ કોઈને કેવી રીતે આવે? અમદાવાદ, સુરત,વડોદરા જેવા શહેરોમાં મકાનો,ખાસ કરીને રેસિડેન્શયલ મકાનોના વેચાણમાં છેલ્લા એક મહિનામાં ભારે ઘટાડો જાવા મળ્યો છે.ડેવલપર્સનું માનીએ તો અમદાવાદમાં છેલ્લા બે મહિનામાં મકાનના બુકિંગ્સમાં ૯૦ટકાનો ઘટાડો થયો છે. સુરત અને વડોદરામાં બુકિંગ્સમાં સરેરાશ ૩૦ ટકાનો ઘટાડો થયો છે. મકાનોનું વેચાણ ઘટતા પ્રોપર્ટી રજિસ્ટ્રેશનમાં પણ ધરખમ ઘટાડો જાવા મળ્યો છે. અમદાવાદ, સુરત અને વડોદરામાં દસ્તાવેજના રજિસ્ટ્રેશનમાં અનુક્રમે ૬૩%, ૭૪% અને ૬૨%નો ઘટાડો નોંધાયો છે. અમદાવાદમાં દર મહિને અંદાજે ૨૦૦૦ ઘર વેચાય છે. તેની સામે નવેમ્બરમાં ૧૦ ટકા એટલે કે માત્ર ૨૦૦ ફ્લેટ જ વેચાયા છે.અમદાવાદ (કોન્ફેડરેશન આૅફ રિયલ એસ્ટેટ ડેવલપર્સ આૅફ ઇન્ડયા)ના પ્રમુખ દીપક પટેલ જણાવે   છે, “ગ્રાહકો હમણાં થોભો અને રાહ જુઓની નીતિ અપનાવી રહ્યા છે. અમારી પાસે ઇન્ક્‌વાયરી ઘણી આવે છે પરંતુ મકાન વેચાતા નથી.” નોંધપાત્ર છે કે નોટબંધી પછી ગ્રાહકો પ્રોપર્ટીના ભાવમાં ધરખમ ઘટાડાની રાહ જાઈને બેઠા છે. સાથે સાથે હોમલોનનો વ્યાજ દર ઘટવાની પણ ગ્રાહકોને અપેક્ષા છે. સામી બાજુ આવતા વર્ષથી જા રિયલ એસ્ટેટ (રેગ્યુલેશન એન્ડ ડેવલપમેન્ટ) એક્ટ (રેરા) લાગુ પડે તો મકાન મોંઘા બનશે તેવી બિલ્ડરોને આશા છે.જા કે રિઝર્વ બેન્કે રેપો રેટ યથાવત્ રાખ્યો હોવાને કારણે બેન્કોએ હોમ લોનના વ્યાજદરમાં કોઈ ઘટાડો કર્યો નથી. આથી ઘર ખરીદવાની આશા રાખીને બેઠેલા ગ્રાહકોને થોડી હતાશા થઈ છે. સામી બાજુ રોકડની અછતને કારણે છેલ્લા મહિનામાં કોઈ મોટા જમીનના સોદા પણ થયા નથી. આથી રિયલ એસ્ટેટ ક્ષેત્રમાં પણ મંદીનો માહોલ છે. આવા સમયે બિલ્ડરો અને ગ્રાહકો બંને સરકાર ૩૧ ડિસેમ્બર પછી શું જાહેરાત કરે છે તેના પર મીટ માંડીને બેઠા છે. આવા સમયે નોટબંધી બિલ્ડરોને ફળશે કે ગ્રાહકોને તે તો જાન્યુઆરી મહિના પછી જ ખબર પડશે.

- Advertisement -spot_img

More articles

- Advertisement -spot_img

Latest article