15 C
Ahmedabad
Sunday, January 23, 2022

ગુજરાત માં અંગ્રેજો એ આ સ્થળે સર્જ્યો હતો સામુહિક હત્યાકાંડ, જેમાં 1200 લોકો શહીદ થયા હતા ! વાંચો જલિયાબાગ જેવી જ અંગ્રેજો એ આચરેલી બીજી ક્રૂરતા ની સત્ય હકીકત

Must read

 

દેશ નો જલિયાવાલા હત્યાકાંડ ક્યારેય કોઈ ભૂલી શકે તેમ નથી પણ અંગ્રેજોની ક્રુરતાની કહાની અહીંથી સમાપ્ત થતી નથી કારણ કે અંગ્રેજો એ ગુજરાત માં પણ જલિયાવાલા બાગ ની જેમ જ આ રીતે જ સામુહિક નર સંહાર કર્યો હતો અને આઝાદી ની લડાઈ માટે એક થઇ રહેલા ક્રાંતિકારી ગ્રામજનો ઉપર અંગ્રેજોએ ફાયરીંગ કરી 1200 ના જીવ લીધા હતા જે ગુજરાત નો સૌથી મોટો હત્યાકાંડ હતો પરંતુ તે ઘટના ઇતિહાસ માં ધરબાઈ ને પડી રહી છે જે ઘટના થી આપને રૂબરૂ કરાવીશું કે ગુજરાત ના સાબરકાંઠા જીલ્લામાં વિજયનગર તાલુકાના દઢવાવ ગામે આ ઘટના બની હતી અહીં આવેલી દીવાલ આજેપણ તે વાત ની સાક્ષી બની રહી છે અને અંગ્રેજોએ અચરેલા જઘન્ય હત્યાકાંડ ની યાદ તાજી કરાવે છે અહીં ગોળીઓ ના નિશાન પણ છે. વિજયનગર તાલુકાના દઢવાવ ગામે આવેલી આ દીવાલ આઝાદી માટે અહી શહીદી વહોરનારા 1200 આદિવાસી શહીદોની યાદમાં ઉભી છે. વિગતો મુજબ 1919 માં રાજસ્થાન ના સ્વતંત્ર સેનાની મોતીલાલ તેજાવતે અંગ્રેજો સામે લડતનું રણશિંગું ફૂંકી આ સ્થળે એક વિશાળ સભા યોજી હતી જેમાં મોટી સંખ્યા માં લોકો એકત્ર થયા હતા અને આઝાદી ના રંગે રંગાયા હતા જેઓ માં લડત નો જુસ્સો હતો. જો કે આ વાતની જાણ થતા અંગ્રેજ સરકારે લોકો માં સ્વતંત્રતા નો જુસ્સો ડામી દેવા અને દહેશત ઉભી કરવા આ સભા સ્થળે અંધાધૂંધ ફાયરિંગ કરાવ્યું હતું જેમાં લોહીની નદીઓ વહી હતી અને 1200 જેટલા લોકો શહીદ થયા હતા.
શહીદ થયેલા લોકોમાંથી કેટલાકની લાશો કુવામાં અને કેટલાકની બાજુની નદીમાં નાખી દઈ ક્રૂરતા ની હદ વળોટી દેવાઈ હતી ત્યારે આજે પણ અહી એ વખતે થયેલા ફાયરીંગના નિશાન જોવા મળે છે.
કમનસીબે આ ઘટના અંગે ખાસ નોંધ લેવાઈ ન હોય મોટાભાગ ના લોકો આ ઘટના થી અજાણ છે પણ અહીં વસતા તમામ લોકો આ ઘટના અંગે વાકેફ છે અને જલિયાંવાલા બાગ ની જેમજ અહીં સામુહિક હત્યાકાંડ ની યાદ તાજી થતા આંખો ભીની થઇ જાય છે.

- Advertisement -

More articles

- Advertisement -

Latest article