ગુજરાત માં દારૂબંધી ના કડક કાયદા ને લઈને તેમજ વડોદરા શહેર નજીક અંખડ ફાર્મ હાઉસ ખાતે પોલીસની રેડ અને અમદાવાદ માં ફાર્મહાઉસો રેડ ના બનાવો બાદ તેની પિધ્ધડો માં ફડક પેસી ગઈ છે,અને તેની નેગેટિવ અસર જોવા મળી રહી છે.અગાઉ 31મી ડીસેમ્બરની ઉજવણી માટે શહેર નજીકના ફાર્મ હાઉસો પાર્ટી કરનારા માટે ફેવરેટ ડેસ્ટીનેશન હતા.જોકે 31મી ડીસેમ્બરની ઉજવણી માટે લોકોએ શહેર છોડીને સેફ જગ્યાએ પાર્ટીઓ કરીને નવા વર્ષની ઉજવણી માટે તૈયારીઓ કરી દીધી છે.દમણ,દીવ,માઉન્ટ આબુ,લોનાવાલા સહિતની જગ્યાઓ પર મોટા પ્રમાણમાં હોટલ બુકિંગ કરવામાં આવ્યા છે.દીવ,દમણ,માઉન્ટ આબુ સહિત સાપુતારામાં આવેલી હોટલોના ભાડા ડબલ થઇ જવા પામ્યા છે.
ટ્રાવેલ્સ સંચાલકો ના જણાવ્યા પ્રમાણ લોકો સેલીબ્રેશન માટે લોનાવાલા,દમણ,દીવ,માઉન્ટ આબુ જઇ રહ્યા છે.
આમ થર્ટી ફર્સ્ટ ની ઉજવણી માટે ખાસ કરીને દારૂ પીવાવાળા ગુજરાત બહાર જવાનું પસંદ કરી રહ્યા છે.
વલસાડ,સુરત,નવસારી, ના પીવાના શોખીનો એ પણ દમણ તરફ મીટ માંડી છે.