12 C
Ahmedabad
Friday, January 28, 2022

ગુજરાત માં ફરી છવાઈ જવા કોંગ્રેસ હાઇ કમાન્ડ ખેલશે નવો દાવ ! કોંગ્રેસ ને મત આપવા દોડતા આવશે મતદારો !!

Must read

ભાજપે ગુજરાત માં આખી ટીમ બદલી પોતાની છાપ સુધારવાનો પ્રયાસ કર્યો છે તેજ રીતે હવે કોંગ્રેસ હાઈ કમાન્ડ પણ જાણે ભાજપ ના પગલે ચાલી રહ્યુ હોય તેમ પંજાબ માં સીએમ સહિત ની ટીમ બદલી નાખી છે, હવે 2022ની ચૂંટણીમાં જનતા ખોબલે ખોબલે વોટ આપે તે માટે જનતા શુ ઈચ્છે છે તે અંગે કોંગ્રેસે સર્વે કરાવ્યો હોવાની વાત સામે આવી છે, જેમાં 8 ટીમો કામે લાગી હતી. એ સર્વેના તારણ પરથી હવે કોંગ્રેસ હાઈકમાન્ડ આકરા નિર્ણયો લેવાની તૈયારી કરી રહ્યું હોવાનું ચર્ચાઈ રહ્યું છે અને તે પૈકી એક વાત એવી પણ છે કે વિધાનસભા કે લોકસભાની ચૂંટણીમાં ચૂંટણી ન જીતનારાં કોંગ્રેસના સિનિયર નેતાઓની હવે વિદાય લગભગ નિશ્ચિત મનાઈ રહી છે.
હાઇકમાન્ડે ભાજપ સાથે સાંઠગાંઠ ધરાવતાં અને માત્ર હોદા ભોગવી પક્ષની ઘોર ખોદનારાં સિનિયર નેતાઓને ઘર ભેગા કરી યુવા ચહેરાઓ ને ગુજરાત કોંગ્રેસનું સુકાન આપવા નક્કી કર્યું હોવાનું મનાઇ રહ્યુ છે. વાત એવી પણ છે કે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અને વિધાનસભા વિપક્ષના નેતાપદે નવા ચહેરાને સ્થાન આપવામાં આવશે.
આમ રાજકારણ માં હવે સમીકરણ બદલાઈ રહયા છે,એક સમયે ભાજપ સામે માત્ર કોંગ્રેસ જ વિપક્ષ ની ભૂમિકા માં હતો હવે ઓવૈશી અને આપ ની પણ ગુજરાત માં એન્ટ્રી થતા કોંગ્રેસના મતો તૂટે તેવી ભીતિ ઉભી થતા હવે ગુજરાત માં પોતાનું અસ્તિત્વ બચાવવા માટે કોંગ્રેસ હાઈ કમાન્ડ ખખડી ગયેલા અને જૂના જોગીઓ ને રિટાયર્ડ કરે તેવી શક્યતા જણાઈ રહી છે.

- Advertisement -

More articles

- Advertisement -

Latest article