29 C
Ahmedabad
Wednesday, January 19, 2022

ગુજરાત વિધાનસભાના પ્રથમ મહિલા સ્પીકર બનશે, ડૉ.નીમાબેન આચાર્ય

Must read

ગુજરાતના રાજકીય ક્ષેત્રે પ્રથમ મહિલા વિધાનસભા અધ્યક્ષ તરીકે ભુજના ધારાસભ્ય ડો. નીમાબેન આચાર્ય ગુજરાત વિધાનસભાના 30મા અધ્યક્ષ બનશે.
શાસક પક્ષ તરફથી અધ્યક્ષ પદ માટે નીમાબેન આચાર્યનું નામાંકન કરાયું હોય સોમવારે વિધાનસભાના ચોમાસું સત્રની પ્રથમ બેઠકમાં ડો. નીમાબેન આચાર્યને તમામ સભ્યો સર્વાનુમતે અધ્યક્ષ તરીકે ચૂંટી કાઢશે.

ડો. નીમાબેન આચાર્ય કચ્છના ધારાસભ્યોમાં ત્રીજા એવા નેતા છે જે પ્રતિનિધિત્વ કરશે, આ અગાઉ કુંદનલાલ ધોળકીયા અને ધીરૂભાઇ શાહ કચ્છનું પ્રતિનિધિત્વ કરતા હતા અને અધ્યક્ષ પદે રહી ચૂક્યા છે. આ પૂર્વે નીમાબેને કાર્યકારી અધ્યક્ષ તરીકે વિધાનસભાનું સંચાલન કરી ચૂક્યા છે.

નીમાબેનને અધ્યક્ષ પદે નીમવા માટેની દરખાસ્ત મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ગૃહમાં કરશે, જેને તમામ સભ્યો ટેકો જાહેર કરશે. અત્રે ઉલ્લેખનીય છે કે ડો. નીમાબેન આચાર્ય ગુજરાત વિધાનસભાના પહેલા મહિલા સ્પીકર બનશે. ડો.નીમાબેન આચાર્ય કોંગ્રેસમાંથી ભાજપમાં આવેલા ધારાસભ્ય છે. 1995માં કોંગ્રેસની ટિકિટ પરથી અબડાસાના ધારાસભ્ય બન્યા હતા. 2002માં કોંગ્રેસમાંથી ચૂંટાઈને અંજારના ધારાસભ્ય બન્યા હતા. ફરી 2007માં ભારતીય જનતા પાર્ટીની ટિકિટ ઉપરથી ચૂંટાઈને સતત બીજીવાર અંજારના ધારાસભ્ય બન્યા હતા. ત્યારબાદ 2012 અને 2017માં ભાજપમાંથી ભુજના ધારાસભ્ય બન્યા હતા.

- Advertisement -

More articles

- Advertisement -

Latest article