ગુજરાત હાઇકોર્ટ ખાતે કાર્યકારી ચીફ જસ્ટિસ એ.જે.દેસાઇની અધ્યક્ષતામાં પાંચ નવનિયુક્ત ન્યાયાધીશઓનો શપથ ગ્રહણ સમારોહ યોજાયો
ન્યાયાધીશ સર્વ સુસાન વેલેન્ટાઈન પિન્ટો,હસમુખ સુથાર, જિતેન્દ્ર દોશી, મંગેશ મેંગડે અને દિવ્યેશ જોશીએ શપથગ્રહણ કર્યા
રાજ્યના કાયદા મંત્રી ઋષિકેશ પટેલ, એડવોકેટ જનરલ કમલ ત્રિવેદી તથા નવનિયુક્ત ન્યાયાધીશઓના પરિજનોની ઉપસ્થિતિ
ગુજરાતની વડી અદાલત ખાતે નવનિયુક્ત પાંચ જજીસનો શપથગ્રહણ સમારોહ યોજાયો. કાર્યકારી ચીફ જસ્ટિસ એ. જે. દેસાઇ એ નવનિયુક્ત તમામ ન્યાયાધીશશ્રીઓને શપથ લેવડાવ્યા હતા.
પાંચ નવનિયુક્ત ન્યાયાધીશ સુસાન વેલેન્ટાઈન પિન્ટો, હસમુખ સુથાર, જિતેન્દ્ર દોશી, મંગેશ મેંગડે, અને શ્રી દિવ્યેશ જોશીએ શપથ ગ્રહણ કર્યા હતા
આજના શાપથગ્રહણ સમારોહમાં રાજ્યના કાયદા મંત્રી ઋષિકેશ પટેલ, એડવોકેટ જનરલ કમલ ત્રિવેદી તથા હાઇકોર્ટના જજીસ, વકીલો, નવનિયુક્ત ન્યાયાધીશઓના પરિજનો ઉપસ્થિત રહ્યાં હતા.
કેન્દ્ર સરકારે ગુજરાત હાઈકોર્ટમાં નવા 5 જજો માટે સુપ્રીમ કોલેજિયમની ભલામણને મંજૂરી આપી હતી. કોલેજિયમે 7 જેટલા નામોની ભલામણ કરી હતી. ત્યારે આજે ગુજરાત હાઈકોર્ટમાં 5 જજે શપથ લીધા હતા.
વિવિધ જિલ્લાની કોર્ટમાંથી નામોની પસંદગી કરવામાં આવી હતી. ગુજરાત હાઈકોર્ટમાં 24 જજ કાર્યરત હતા જેમાં 5 જજીસની નિયુક્તિ થયા બાદ હવે ગુજરાત હાઈકોર્ટમાં કુલ 29 જજિસનું સંખ્યાબળ થશે. તાજેતરમાં મુખ્ય ન્યાયાધીશ સોનિયા ગોકાણી ગુજરાત હાઈકોર્ટમાંથી નિવૃત્ત થયા હતા.