ગૂગલે કરી આ મોટી જાહેરાત, હવે બંધ થઈ જશે આ એપ

તમારા જૂના કનવર્સેશન અને વર્તમાન ચેટ્સ આ એપથી એક્સપોર્ટ કરી શકશો

દુનિયાની મોટી ટેક કંપની ગૂગલ પોતાની મેસેજનર એપ Alloને શટડાઉન કરી રહી છે. આને કંપનીએ સપ્ટેમ્બર 2016માં લોન્ચ કરી હતી. જોકે, ગૂગલની આશા પ્રમાણે આ એપ લોકપ્રિય થઈ શકી નહતી અને હવે તેને બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

ગૂગલે બ્લોગ પોસ્ટમાં કહ્યું છે, ‘Allo માર્ચ 2019 સુધી ચાલશે પછી બંધ થઈ જશે. તમારા જૂના કનવર્સેશન અને વર્તમાન ચેટ્સ આ એપથી એક્સપોર્ટ કરી શકશો. ગૂગલે કહ્યું કે, તેમને એલોના કારણે ઘણું બધુ શિખવા માટે મળ્યું છે, તેમાંય ખાસ કરીને મશીન લર્નિંગ આધારિત ફિચર્સ અને ગૂગલ આસિસ્ટેંટને મેસમેજિંગ એપમાં જ ઈનબિલ્ટ કરવી.

આ વર્ષે એપ્રિલથી કંપનીએ એલોમાં રોકાણ બંધ કરી દીધું હતુ અને તેના વર્કફોર્સને બીજા પ્રોજેક્ટમાં ટ્રાન્સફર કરી દીધું. તે ઉપરાંત આ પ્રોજેક્ટના રિસોર્સને કંપનીએ એન્ડ્રોઈડ મેસેજ ટીમમાં શિફ્ટ કરી દીધા હતા. કંપનીએ વચ્ચે-વચ્ચે આમાં કેટલાક ફિચર્સ આપ્યા હતા, જોકે તે છતાં વોટ્સએપને ટક્કર આપવામાં આ એપ નિષ્ફળ રહી હતી.

Share
WP Twitter Auto Publish Powered By : XYZScripts.com