ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ લવ-જેહાદ કરનારાઓને ખુલ્લી ચેતવણી આપી કે આવા લોકોને બક્ષવામાં નહિ આવે.
ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ કહ્યુ જો કોઈ હિન્દૂ નામ ધારણ કરી છોકરીઓને ફસાવશે તેને છોડવામાં નહિ આવે.
ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ મોરબીના નવા બસ સ્ટેશનના લોકાર્પણ કર્યું હતું, મોરબીમાં ST બસ સ્ટેશનના લોકાર્પણ બાદ તેઓએ સ્ટેજ ઉપરથી બોલતા જણાવ્યું કે તમામ લોકો કાન ખોલીને સાંભળી લે, ગુજરાતની ધરતી પર જો કોઇ સલીમ નામ હોય અને સુરેશ બનીને ભોળી દીકરીઓને ફસાવશે તો છોડવામાં આવશે નહીં. આ બાબતે ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ પોલીસને પણ કડક સૂચના આપી છે. તેમણે પોલીસને સૂચના આપી છે કે આવી કોઈ ફરિયાદ કે અરજી આવે તો એ જ દિવસે એની કાર્યવાહી કરવાની રહેશે અને લવ જેહાદ ખતમ કરવા કાયદાકીય કડક કાર્યવાહીના આદેશ આપ્યા હતા.