ગોંડલ એસટી ડેપોમાં જાહેરમાં દારૂ પી રહેલા એસટીના કર્મચારીઓ ઝડપાયા

0
36

ગુજરાતમાં ઠેરઠેર દારૂ વેચાઇ રહ્યો છે અને હવેતો જાહેરમાં લોકો દારૂ પી રહ્યા છે માત્ર નામ પૂરતી દારૂબંધી જોવા મળી રહી છે ત્યારે સૌરાષ્ટ્રના ગોંડલ એસટી ડેપોમાં જાહેરમાં દારૂ પી રહેલા એસટી કર્મચારીઓ બિન્દાસ જણાયા હતા.

ગોંડલ એસટી ડેપોના હેલ્પર મનીષ છગનભાઈ ધોળકિયા, હેલ્પર હરેશ લવજી બગડા, મિકેનિક ભરત શંભુ હોથી, અને હરેશ દ્વારકાદાસ દાણીઘારીયા એસટી ડેપો પર જ નશો કરી રહ્યા હોય કોઈએ પોલીસને જાણ કરતા આ લોકો નશીલી હાલતમાં ઝડપાઇ જતા એસટીના અધિકારીઓને તેના ત્રણેય કર્મચારીઓ વિરુદ્ધ કાર્યવાહીનો રિપોર્ટ આપવામાં આવ્યો હતો.
આમ,હવેતો એસટી જેવા સ્થળે જાહેરમાં દારૂ પીવાઈ રહ્યો હોય મુસાફરોમાં ભારે રોષ જોવા મળ્યો હતો.