15 C
Ahmedabad
Sunday, January 23, 2022

ગોંડલ-વીરપુર-આટકોટ પંથક માં ધરતી ધણધણી, લોકો ઘર ની બહાર દોડી ગયા

Must read

આજે વહેલી સવારે સૌરાષ્ટ્ર ના ગોંડલ,વીરપુર વિસ્તારો માં ભૂકંપ ના આંચકા આવતા લોકો માં ગભરાટ ફેલાઈ ગયો હતો.
આજે સવારે 6.53 કલાકે ભૂકંપ ના આંચકા આવ્યા હતા.

આ ભૂકંપ તીવ્રતા રિટેલ સ્કેલ ઉપર 3.4ની નોંધાઈ છે અને ભુકંપ નું કેન્દ્રબિંદુ ગોંડલથી 22 કિમી દૂર હોવાનું નોંધાયું છે.
રાજ્ય માં ઉપરા ઉપરી આવી રહેલા ભૂકંપ ના આંચકા ને લઈ લોકો માં દહેશત નો માહોલ જોવા મળી રહ્યો છે.

રાજકોટ જિલ્લા ના ગોંડલ સહિત ગ્રામ વિસ્તારોમાં પણ ભૂકંપના આંચકા અનુભવાતાં લોકોમાં દહેશત ફેલાઇ હતી. વહેલી સવારે ભૂકંપનો આંચકો આવતાં લોકો ઘરની બહાર દોડી આવ્યા હતા. હાલમાં ભૂકંપના આંચકાને પગલે લોકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. યાત્રાધામ વીરપુર અને મળતા અહેવાલો મુજબ
આટકોટમાં પણ આંચકો અનુભવાયો છે.
આટકોટ પંથકમાં પણ ભૂકંપનો આંચકો અનુભવાયો છે. ભૂકંપ આવતા લોકો ઊંઘમાંથી જાગી ગયા હતા. જોકે આંચકાની તીવ્રતા ઓછી હોવાથી મોટા ભાગના લોકોને અનુભવ થયો નહોતો. બારી-બારણાં પર ભૂકંપની અસર દેખાઈ હોવાનું લોકો જણાવી રહયા છે.

- Advertisement -

More articles

- Advertisement -

Latest article